પાણી પુરવઠાના ઓડિટ રિપોર્ટમાં ધડાકો રૂા.140 કરોડના સ્ટોકની ગોબાચારી
હિસાબી ચોપડામાં રૂા.406 કરોડ સામે ફિઝિકલ ઇન્સ્પેક્શનમાં ફકત રૂા.265 કરોડનો સ્ટોક મળ્યો; મોટા કૌભાંડની આશંકા
વિધાનસભામાં ગઈકાલે રજૂ થયેલા ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ઓડિટ રિપોર્ટમાં ઓડિટર દ્વારા જોકવનારો ખુલાસો થયો છે જેના પ્રમાણે વર્ષ 2022-23 ના અંતિમ સ્ટોકના ફિઝિકલ ઇન્સ્પેક્શન દરમિયાન સ્ટોકમાં કુલ 140 કરોડ રૂૂપિયાનો તફાવત આવે છે.
આ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં ચાલી રહેલી 15 મી વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા ગુજરાતમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનો વર્ષ 2022-23નો વાર્ષિક અહેવાલ રજૂ કરાયો હતો. આ એવલમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સ્ટોક બાબતે અનેક ટિપ્પણીઓ કરવામાં આવી છે આવી જ એક ટિપ્પણીમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23ના અંતિત માલ સામાનના આંતરિક ઓડિટર્સ દ્વારા વર્ષ 2022-23 ના અંતિમ સ્ટોકની ભૌતિક ચકાસણી હાથ કરવામાં આવેલ અને હાથ ધરેલ ફિઝિકલ ઇન્સ્પેક્શન દરમિયાન માલ સામાનની કિંમત રૂૂપિયા 265.67 કરોડ છે પરંતુ નાણાકીય દફતર પ્રમાણે માલસામાનની કિંમત 406.05 કરોડ છે ફિઝિકલ ઇન્સ્પેક્શન અને હિસાબી ચોપરા પ્રમાણેના સ્ટોકના કિંમત વચ્ચે કુલ રૂપિયા 140 કરોડ 38 લાખ 45 હજાર રૂૂપિયાનો તફાવત જોવા મળ્યો હતો આ ઉપરાંત સરવૈયામાં માલસામાન ની કિંમત પડતર કિંમત દર્શાવવામાં આવી છે અને આવી રીતે મેળવવામાં આવેલ કિંમત અને નાણાકીય રેકોર્ડ પ્રમાણે કિંમતનો તફાવત કુલ ₹14 કરોડ જેટલો થાય છે.
આ ઉપરાંત સ્ટોક બાબતે ઓડિટ રિપોર્ટમાં ગત વર્ષે 102 કરોડ સામે આ વર્ષે તફાવતની રકમ 140 કરોડ સુધી વધી ગઈ છે. આ સ્ટોકની યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા કૌભાંડ ખૂલે તેવી આશંકાઓ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.