For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાણીકાપ નહીં આવે: વિપક્ષના પ્રશ્ર્નના જવાબમાં પ્રશ્ર્નોત્તરી પૂરી

05:14 PM Mar 07, 2024 IST | Bhumika
પાણીકાપ નહીં આવે  વિપક્ષના પ્રશ્ર્નના જવાબમાં પ્રશ્ર્નોત્તરી પૂરી
  • મ્યુનિ. કમિશનરે પાણી વિતરણ વ્યવસ્થાનો સાત વર્ષનો ઈતિહાસ રજૂ કરી એક કલાક ભાષણ ઝીંક્યું

મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજરોજ મળેલ એજન્ડા અને પ્રશ્ર્નોતરી દરમિયાન કોંગ્રેસના કોર્પોેટર ભાનુબેન સોરાણી દ્વયારા પ્રથમ પ્રશ્ર્ન પાણી અંગેનો પુછવામાં આવ્યો હતો. જેમાં ઉનાળા દરમિયાન પાણી કાપ આવશે કે કેમ તેમજ પાણીના સ્ત્રોત અંગેની જાણકારી માગેલ જેના જવાબમાં કમિશનર આનંદ પટેલે મહાનગરપલિકા દ્વારા પાણી વિતરણ કરવાની તમામ પધ્ધતિ અને પાણીના સ્ત્રોત અને પાણીની આવક સહિતના આંકડાઓની વિગત સતત એક કલાક સુધી આપી બોર્ડ શાંતિપૂર્વક પૂર્ણ કર્યુ હતું. જ્યારે અંતમાં બાજપા કોર્પોરેટર દ્વારા ભાજપ સરકાર આવ્યા બાદ શહેરમાં પાણીની નિરાત થઈ છે તેમ કહી વિપક્ષને ટોણા માર્યા હતાં છતાં ફક્ત પાણીના જવાબમાં જ જનરલબોર્ડનો સમય પુરો કરી નાખવામાં આવ્યો હતો.

Advertisement

મનપાના જનરલ બોર્ડમાં આજે પ્રશ્ર્નોતરી દરમિયાન વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ પાણીવિતરણ અંતર્ગત એક પ્રશ્ર્ન અતેમજ આરોગ્ય અંગે પેટાપ્રશ્ર્ન પુછ્યો હતો જેમાં પ્રથમ પ્રશ્ર્નના જવાબમાં મ્યુનિસિપલ કમિશનર રાજકોટ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા તમામ જળાશયોમાં જૂનમાસ સુધી પાણી હૈયાત છે. તેમ જણાવી પાણીકાપ નહીં આવે તેમ કહ્યું હતું તેવી જ રીતે દરેક વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા અને ફિલ્ટર પ્લાન્ટ તથા પમ્પીંગ સ્ટેશન અને હાલની જળાશયોની સ્થિથિ અંગેનો સમગ્ર અહેવાલ બોર્ડમાં રજૂ કર્યો હતો અને શાસકપક્ષના કોર્પોરેટરોએ પાટલી ઠપઠપાવી અભિનંદન આપ્યા હતા જ્યારે વિપક્ષ જવાબ સાંભળી ચુપ બેસી રહ્યો હતો. જનરલ બોર્ડમાં આજે અગાઉ સ્ટેન્ડીંગ બોર્ડમાં મંજુર થયેલ આઠ દરખાસ્ત મંજુર કરાવમાં આવી હતી જે સર્વાનુમતે મંજુરી આપવામાં આવેલ બોર્ડમાં 70 સભ્યો પૈકી ભાજપના એક કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતાં. પ્રશ્ર્નોતરી પૂર્ણ થતાં એન બોર્ડ પુરુ થાય તે પહેલા સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે ભાજપના વખાણ કરી પાણી વ્યવસ્થા તેમના કાર્યકાળમાં સુદ્રઢ બનાવવામાં આવી છે તેમ કહેતા વિપક્ષી નેતાએ મારો પેટા પ્રશ્ર્ન બાકી છે તેમ કહી શહેર રોગચાળાના ભરડામાં આવી ગયું છે. ત્યારે જ ચુંટણી માથે આવતા ભોળા લોકોને હથેળીમાં ચાંદ દેખાડવાનું કામ બંધ કરો તેમ જણાવતા ફક્ત બે મીનીટ માટે બોર્ડનું વાતાવરણ ગરમી પકડી ગયુ હતું. છતાં મ્યુનિ. કમિશનરે પ્રથમ પ્રશ્ર્નનો સંતોષકારક જવાબ આપતા શાંતિ પૂર્ણ બોર્ડની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

બોર્ડની કાર્યવાહી દરમિયાન સેક્રેટરી વિભાગ દ્વારા ઠરાવ રજૂ કરવામાં આવેલ જેમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. આ ઠરાવમાં જણાવેલ કે, ભારત દેશની પ્રાચીન અને પાવન નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પાંચસોથી વધુ વર્ષોની, લાખો કરોડો ભક્તિમય શ્રદ્ધાળુ હિન્દુ સમાજની પ્રતીક્ષા ગુર્જરધરાના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની કુનેહ તથા દીર્ઘદ્રષ્ટિથી પૂર્ણ થઈ છે. ભારત માટે આ એક ઐતિહાસિક અને ગૌરવશાળી ઉપલબ્ધિ છે. આ ઉપલબ્ધિ એક નવા યુગની શરૂૂઆત સાથે ભારત માટે રામરાજ્યની સ્થાપનાનો ઉદઘોષ પણ છે. સમગ્ર દેશ અને દુનિયાને અયોધ્યામાં રામ મંદિર અને શ્રી રામચંદ્રજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાનું સૌભાગ્ય વિશ્વનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપાવ્યું છે. આવી ગૌરવ પ્રતિષ્ઠા અપાવનારા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ગુજરાતના સૌ નાગરિકો લાખ-લાખ અભિનંદન પાઠવે છે. સમગ્ર દેશવાસીઓનો સદીઓથી સંકલ્પ હતો કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવું જ જોઈએ. ભગવાન શ્રી રામચંદ્રજીની કૃપાથી આ ઐતિહાસિક મંદિરનું ભૂમિપૂજન અને પ્રાણપ્રતિષ્ઠા બંને પવિત્ર કાર્યનું સૌભાગ્ય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રાપ્ત થયું છે. તા.22મી જાન્યુઆરી 2024ના રોજ અભિજીત મુહૂર્તમાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજ્યા અને દેશભરમાં રાષ્ટ્રીય ઉત્સવ તરીકે તેની સૌ કોઈએ ઉજવણી કરી હતી. અયોધ્યાનું ભવ્ય-દિવ્ય રામ મંદિર દરેક ભારતીયોની ચેતનામાં અંકિત થયેલું છે અને સાંસ્કૃતિક વિરાસતની સમૃદ્ધિનું પ્રતિબિંબ બની ગયું છે. પ્રભુ શ્રી રામનું આ મંદિર આજે ખરા અર્થમાં રાષ્ટ્ર ચેતનાનું મંદિર બન્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement