પાણીની લાઇનમાં ભંગાણ, રેલનગરમાં પાણી વિતરણ ઠપ્પ
શહેરના માધાપર વિસ્તારમાં વહેલી સવારે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા રેલનગર સહિતના અનેક વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા ખોવાઈ ગઈ હતી મનપાના વોટર વર્કસ વિભાગે યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ શરૂૂ કર્યું છે છતાં સાંજે પાણી વિતરણ થઈ શકવાની શક્યતા હોય દિવસ દરમિયાન પાણી વિતરણ થાય છે તેવા વિસ્તારો આજે તરસ્યા રહેશે.
માધાપર થી 500 ડાયામીટરની પીવાના પાણીની મુખ્ય લાઈન તૂટતા કૃષ્ણનગર રેલનગર પોપટ પરા નંદનવન સહિતના વિસ્તારોમાં સવારથી પાણી વિતરણ ન થતા દેકારો બોલી ગયો હતો આ બાબતે મનપાના વોટર વોટ કસ વિભાગમાં પૂછપરછ કરતાં માલુમ પડે લ કે લાઇન તૂટતા યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ શરૂૂ કરવામાં આવ્યું છે છતાં ચાર વાગ્યે રીપેરીંગ પૂર્ણ થઈ લાઈન ભરતા બે કલાક જેટલો સમય લાગશે જેના લીધે આ વિસ્તારમાં સાંજે પાણી વિતરણ થઈ શકશે છતાં સવારથી સાંજના પાંચ સુધીમાં પાણી વિતરણ કરવામાં આવે છે તેવા વિસ્તારોમાં આજે પાણી વિતરણ થઈ શકશે નહીં આમ આજે માધાપર પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા વોર્ડ નંબર એક ના અનેક વિસ્તારોમાં પર ઉનાળે પાણીકા શિકાયું હતું તેના લીધે લોકોમાં દેકારો બોલી ગયેલ અને મનપાના સિવિક સેન્ટર ખાતે ફરિયાદોનો ધોધ વહેતો થયો હતો.
રેલનગર અને પોપટપરા સહિતના વિસ્તારમાં નિર્ધારિત સમય કરતા 12 કલાક મોડુ પાણી વિતરણ કરવામાં આવતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો. એક યા બીજા કારણોસર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય રહી છે. ગત સપ્તાહ પણ શહેરના પાંચ વોર્ડમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો હતો ઉનાળામાં પાણીની હાડમારી થઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.