રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાણીજન્ય રોગચાળો વકર્યો, શરદી-ઉધરસના 1094 કેસ

05:22 PM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

મિશ્રઋતુના કારણે ઝાડા-ઉલ્ટીના કેસમાં નોંધાઈ રહેલો સતત વધારો આરોગ્ય કેન્દ્ર ખાતે 176 દર્દીઓ નોંધાયા

Advertisement

શહેરમાં બપોરે ગરમી અને રાત્રીના ઠંડી પડતા મિશ્રઋતુના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન નવા કેસ બહાર આવ્યા છે. જે મુજબ ડેંગ્યુ-1, ચિકન ગુનિયા-1, શરદી-ઉધરસ તાવના 1094 અને ઝાડા ઉલ્ટીના 176 નવા દર્દીઓ નોંધાયા છે. પરિણામે આરોગ્ય વિભાગે મચ્છર ઉત્પતિ સબબ 496 આસામીઓને નોટીસ ફટકારી હતી. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 784 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્લેરૂૂક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 384 અને કોર્મશીયલ 122 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે. ડેન્યુંચ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 101010નું સુત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્યુરી, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement