રાજકોટમાં 39 વર્ષ પૂર્વે ટ્રેનથી પાણી પહોંચેલ
ઈતિહાસ સાક્ષી છે...... ટ્રેન દ્વારા પાણી...... હા વિશ્વના ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા પાણી રાજકોટ શહેરના નગરજનોને પુરું પાડવામાં આવેલ . આજની પેઢીને આ વાત માનવા માં ન આવે પરંતુ આ સત્ય છે ... આજથી બરાબર 39 વર્ષ પહેલાં તા. 02/05/1986ના રોજ રાજકોટ શહેરમાં માધાપર રેલવે યાર્ડમાં દરેક રેકમાં 20,000 લીટર પાણી ભરેલ હોય એવા 70 રેક વાળી ટ્રેનનુ આગમન થયેલ. સુરેન્દ્રનગર જીલ્લા ના ધાતરવડી ડેમમાંથી ટ્રેનના રેકમાં પાણી ભરવામાં આવતું.
આ પાણી માધાપર રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ સંપમાં ઠાલવવામાં આવતું, ત્યાંથી ટેન્કરોમાં પાણી ભરી શહેરમાં સપ્લાય કરવામાં આવતું...સતત બે માસ સુધી આ રીતે રાજકોટ ખાતે પાણી આવતું. આ કાયના યશના ભાગીદાર રાજકોટ મહાનગરપાલિકા તત્કાલીન મેયર... પાણી વાળા મેયર વજુભાઈ વાળા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિનોદભાઈ શેઠ, વોટરવકેસ કમિટીના ચેરમેન લાલુભાઇ પારેખ, સિનિયર કોર્પોરેટર મુકુંદભાઈ પંડિત, મહાનગરપાલિકાના ડેપ્યુટી એન્જિનિયર નરેન્દ્રસિહ વાધેલા તથા અન્ય અઘિકારીઓ કમેચારીઓ હતા.