પીએમ સૂર્યઘર યોજનાનો વોર્ડવાઇઝ પ્રારંભ
સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી પી.એમ.- સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી અને આવકનો સ્ત્રોત ઉભો કરી શકાય છે. દર મહિને 300 યુનિટ મફત વીજળી દ્વારા 1કરોડ ઘરોને સુવિધા પૂરી પાડતી આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકાય છે. કેન્દ્ર સરકાર આ યોજનામાં મોટી રકમની સબસિડી આપી રહી છે જેનો લાભ લઈ, દેશવાસી પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને મફત વીજળી મેળવવાની અને વધારાની વીજળી વેચીને પૈસા કમાવવાની સુવિધા પૂરી પાડે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.3કરોડથી વધુ લોકોએ પી.એમ. સૂર્ય ઘર યોજના માટે અરજી કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના માટે નોંધણી કરાવનારા એક કરોડથી વધારે કુટુંબો પર આનંદની લાગણી વ્યક્ત કરેલ છે. આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવીને ઘર માટે જરૂૂરી વીજળી મેળવવાની અને વધારાની વીજળીનું વેચાણ સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ યોજના દ્વારા મફત વીજળી તેમજ આવક એમ બંને મેળવી શકાય છે.
શહેરીજનો આ યોજનાનો વધુમાં વધુ લાભ મેળવે અને આ યોજનાથી માહિતગાર થાય તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પી.જી.વી.સી.એલ.ના સંકલનથી પી.એમ.-સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો વોર્ડ વાઈઝ કેમ્પનું તા.03-12-2024 થી તા.24-12-2024 સુધી સવારે 10:00 થી 01:00 દરમ્યાન દરેક વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે કેમ્પનું આયોજન કરેલ છે. જે અંતર્ગત આજે તા.03-12-2024ના રોજ વોર્ડ નં.1માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.1-અ, ફાયર સ્ટેશન,રામાપીર ચોકડી, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતેથી કેમ્પનો શુભારંભ કરવામાં આવેલ.
આજના કેમ્પમાં કોર્પોરેટર અલ્પેશભાઈ મોરજરીયા, રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જી. બી.ડી.જીવાણી, મેનેજર કૌશિક ઉનાવા, વોર્ડ ઓફિસર કિંજલબેન ચોલેરા, પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઈજનેરશ્રી બી.એમ.પટેલ, નાયબ ઈજનેર બી.આર.ગોસાઈ, આર.ડી. લશ્કરી, આર.એસ. જાડેજા, વોર્ડ પ્રભારી કાથડભાઈ ડાંગર, વોર્ડ પ્રમુખ કાનાભાઈ સતવારા, વોર્ડ મહામંત્રી નાગજીભાઈ વરુ, ગૌરવભાઈ મહેતા, પૂર્વ વોર્ડ પ્રમુખ રામભાઈ આહીર અને રાજકોટ મહાનગરપાલિકા અને પી.જી.વી.સી.એલ.ના અધિકારી-કર્મચારીઓ તેમજ અંદાજિત 160 નાગરિકો હાજર રહ્યા હતા. આજના કેમ્પમાં દ્વારા પી.જી.વી.સી.એલ.ના ટેકનીકલ અધિકારીઓ દ્વારા ઉપસ્થિત નાગરિકોને પ્રધાનમંત્રી સુર્યઘર: મફત વીજળી યોજના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.