For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રોલમાં કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતાં વોર્ડની ચૂંટણી રદ

04:15 PM Feb 15, 2025 IST | Bhumika
ધ્રોલમાં કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતાં વોર્ડની ચૂંટણી રદ

Advertisement

જામનગર જીલ્લાની ધ્રોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025નુ મતદાન આવતીકાલ તા.16 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે. ચૂંટણી અન્વયે વોર્ડ નં 1 થી 7 ના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. હરીફ ઉમેદવારોની યાદી મુજબ વોર્ડ નં.7 માં કુલ 10 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી ક્રમ નં.3 પરના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સામાન્ય વર્ગના ઉમેદવારશ્રી દશરથસિંહ જામસંગ જાડેજાનું તા.13 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું છે. જેની ખાતરી બાદ માત્ર વોર્ડ નં.7નું મતદાન રદ કરવામાં આવ્યું છે.

નગરપાલિકાની ચૂંટણીના સુધારેલા નિયમોમાં નિયમ 51 તથા રાજ્ય ચૂંટણી આયોગના આદેશ મુજબ મળેલ અધિકારથી ધ્રોલ નગરપાલિકાના ચૂંટણી અધિકારી અને મદદનીશ કલેકટરશ્રી સ્વપ્નિલ સિસલે દ્વારા ધ્રોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણીના વોર્ડ નં.7 નું મતદાન રદ્દ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement