વાંકાનેર નગરપાલિકા ચૂંટણી : ભાજપના એક સહિત કુલ સાત ફોર્મ રદ, 46 ફોર્મ માન્ય
11:52 AM Feb 04, 2025 IST | Bhumika
આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ બાદમાં ચિત્ર સ્પષ્ટ થશે
Advertisement
વાંકાનેર નગરપાલિકા ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને કુલ 53 ફોર્મ ભર્યા હતા જે પૈકી આજે ફોર્મ ચકાસણી દરમિયાન સાત ફોર્મ રદ કરવામાં આવતા હવે 46 ઉમેદવારો મેદાનમાં જોવા મળે છે.
વાંકાનેર નગરપાલિકા ચુંટણીમાં ફોર્મ ભરવામાં આવ્યા બાદ આજે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી જે ચકાસણી દરમિયાન ભાજપના એક સહીત કુલ સાત ફોર્મ રદ કરવામાં આવ્યા હતા અને 46 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે જેથી મંગળવારે ફોર્મ પરત ખેંચાયા બાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
Advertisement
Advertisement