For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેર કોંગ્રેસ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદવા માંગ

01:35 PM Oct 16, 2025 IST | Bhumika
વાંકાનેર કોંગ્રેસ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદવા માંગ

કોંગ્રેસ આગેવાનો, કાર્યકર્તાઓએ મામલતદારને પાઠવ્યું આવેદન

Advertisement

વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ખેડૂતોના હિતમાં મહત્વની રજૂઆત કરવામાં આવી હોય, જેમાં વાંકાનેર મામલતદારને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર પંથકના ખેડૂતો પાસેથી 300 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા અથવા રજીસ્ટ્રેશન દીઠ ખેડૂતોને ₹1,35,000 વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરજાદાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજભાઈ રાઠોડ, એ.પી.એમ.સી.ના ચેરમેન ગુલાબભાઈ પરાસરા, વાઇસ ચેરમેન નાથાભાઈ ગોરીયા, જિલ્લા પંચાયત સભ્ય કરસનભાઈ લુંભાણી, નારણભાઈ કેરવાડિયા, આબિદભાઈ ગઢવારા, જશુભાઈ ગોહિલ, દાનાભાઈ, ડો. રૂૂકમુદીન માથકીયા, ફારુકભાઈ કડીવાર, ગનીભાઈ પટેલ, મૂળજીભાઈ રાઠોડ, વાલજીભાઈ, એહમદભાઈ, ઉસ્માનભાઈ સહિતના ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement