શિક્ષણ સહાયક ભરતીના 532 ઉમેદવારનું વેઇટીંગ લિસ્ટ જાહેર કરી વેબસાઇટમાં મૂકયું
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીનું વેઈટીંગ લિસ્ટ જાહેર કરાયું છે. સરકારી પ્રેસનોટમાં જણાવાયુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા તારીખ: 04/09/2025ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-2024 અંતર્ગત કુલ-286 ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું.
તેના બાદ આજે 9 સપ્ટેમ્બરના રોજ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-2024 અંતર્ગત કુલ-532 ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ જાહેર કરાયું છે. જે વેબસાઇટ વિિંાંત://લતયભિ.શક્ષ/ પર જાહેર કરવામાં આવેલ છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.