વડિયા પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરી થયેલ બાઇક મૂળ માલિકને સોંપ્યું
11:52 AM Aug 30, 2025 IST | Bhumika
સમગ્ર દેશ અને રાજ્યમાં ચોરીના બનાવ બનતા હોય છે. રાજકોટ શહેર માંથી કોઠારીયા વિસ્તાર ના શિવમ સોસાયટી માં રહેતા જબીઉલ્લાહ નિઝામી નુ મોટરસાયકલ તારીખ 14/08/2025 ના રોજ ગુમ થયેલ હતુ. આ મોટરસાયકલ વડિયા તાલુકાના કુંકાવાવ આઉટપોસ્ટ વિસ્તાર ના લાખાપાદર ગામના સ્મશાન પાસેથી બીન વારસી મળી આવતા વડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ગાંગણા ની સૂચનાથી આ મોટર સાયકલ ના આરટીઓ રજીસ્ટ્રેશન નંબર GJ03AN1817 પરથી તેમના મૂળ માલિક ની ખરાઈ કરી તેમને કુંકાવાવ ખાતે રૂૂબરૂૂ બોલાવી તેરા તુજ કો અર્પણ સૂત્ર ને સાર્થક કરી તેને પરત કરવામાં આવ્યુ છે. ત્યારે આ મોટરસાયકલ ના મૂળ માલિકે વડિયા પોલીસની કામગીરી બિરદાવી તેમનો આભાર માન્યો હતો.
Advertisement
Advertisement