વડિયા-ગોંડલ રોડ બિસમાર હાલતમાં; બે માસમાં રસ્તો નહીં થાય તો જનઆંદોલનની ‘આપ’ની ચિમકી
અમરેલી જિલ્લાના વડિયા થી ગોંડલ,રાજકોટ જવાનો મુખ્ય માર્ગ જે છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલત માં છે. જાણવા મળતી વિગતો મુજબ આ રોડ છેલ્લે 12-13 વર્ષ પેહલા બન્યો હતો બાદ તેને ફક્ત થીગડાં બુરી કામ ચલાવ રીપેર જ કરવામાં આવે છે. 10 વર્ષ સુધી અહીં કોંગ્રેસ ના ધારાસભ્ય હતા તેને આ રોડ બાબતે અનેક લોલીપોપ આપ્યા હવે એક વર્ષ થી ભાજપ ના ધારાસભ્ય એ ગત નવરાત્રી બાદ રોડનુ કામ શરુ થશે તેવી વિડીયો બનાવી તેને વાઇરલ કરી લોકોને હૈયા ધારણા આપી હતી તેને પણ એક વર્ષ થવા આવ્યુ છે.
હજુ સુધી આ રોડ બનવાના કોઈ ઠેકાણા જણાતા નથી. વડિયા ખાતે આમ આદમી પાર્ટીની સભા હોવાથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વડિયા મુલાકાતે હતા રે દરમ્યાન લોકોએ તેમને આ બિસ્માર રસ્તા બાબતે રજુવાત કરતા તે સભાના બીજા દિવસે બપોરે આ રસ્તા પર જઈ પોતાના ફેસબુક પેઇઝ પર લાઈવ થઇ ને ભાજપને આડે હાથ લીધી હતી અને અહીંથી પસાર થતા વાહન ચાલકોની પીડાને જાણી હતી. આ સમયે ઈસુદાન ગઢવી દ્વારા આ રોડ માં કેમ કોઈ ટેન્ડર ભરતું નથી તેના કારણોમાં ભ્રસ્ટાચાર ના આક્ષેપો કરી વર્તમાન સરકાર ની નીતિની ઝાટકણી કાઢી હતી.
બિસ્માર રસ્તા બાબતે પસાર થતા વાહન ચાલકોએ પણ નેતાઓ એ આપેલા વચનો યાદ કરી પડતી મુશ્કેલીઓ રજુ કરી હતી.તો આ તકે ઈસુદાન ગઢવીએ આ રસ્તા બાબતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને અહીં થી પસાર થવા વિનંતી કરી હતી અને કહ્યું હતુ કે પ્રધાનમંત્રી પસાર થાય તો તેને પણ આ ખાડાની પીડા અને લોકોની વેદના સમજાય તેવુ જણાવ્યું હતુ.
આ રસ્તા બાબતે સ્થાનિક તંત્ર ને બે માસ માં રસ્તો બનાવવા માટેનું અલ્ટીમેટમ આપી જો રસ્તો બે માસમાં નહિ બંને તો આમ આદમી પાર્ટી રસ્તરોકો આંદોલન કરી જે તે જવાબદાર તંત્ર ની ઓફિસને તાળાબંધી કરશે તેવુ જણાવ્યું હતુ.હવે જોવાનું એ રહ્યું કે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અલ્ટીમેટમ ને તંત્ર ધ્યાને લઇ ને રસ્તો બનાવશે કે પછી બે માસ પછી અહીં જન આંદોલન સાથે તાળાબંધી નો કાર્યક્રમ જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે.