વાંકાનેરના જીનપરા ચોકમાં રોડ પરના જીવલેણ ખાડાં દૂર કરવા તંત્ર ક્યારે જાગશે?
11:52 AM Sep 02, 2024 IST | admin
શહેરના રાહદારીઓ-વાહનચાલકોમાં રોષ
Advertisement
વાંકાનેરમાં જીનપરા ચોકમાં પડી ગયેલા અનેક ખાડાથી રાણદારીઓ અને વાહનચાલકો ત્રાસી ગયા છે. સંબધિતોને અનેક વખત રજુઆતો કરી હોવા છતાં તંત્ર નિંદ્રાધિન છે. શહેરીજનોનો આક્ષેપ છે જીનપરા મેઇન રોડ પર એટલી હદે ખાડા પડી ગયા છે કે અહીંથી પસાર થવું જોખમરૂપ છે. હાલ ચોમાસામાં વરસાદી પાણીમાં ગરક થઇ ગયેલા ખાડાથી અકસ્માતનો ભય સેવાઇ રહયો છે.
જાગૃતોનો આક્ષેપ છે કે નગરપાલિકા સમયાંતરે વિકાસનાં બણગાં ફંકે છે પણ સત્તાધિશો જીનપરા મેઇન રોડ પરથી નિકળે તો ખ્યાલ આવે કે વાહનચાલકોને કેવી હેરાનગતિ થાય છે. લાગતા વળગતા સત્તાધિશો-વરસાદી માહોલ પછી ઉઘાડ નિકળે ત્યારે ખાડા બૂરી લોકોની સલામતિ બાબતે વિચારે તેવી જાગૃત લોકોમાં માંગણી થઇ છે.
Advertisement
Advertisement