સોમનાથ મહાદેવને આજે સાંજે કરાશે પુષ્પ દર્શન શૃંગાર
મોટી સંખ્યામાં ભાવિકો અંતિમ સોમવારે ઊમટી પડયા
સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસના પાંચમા અને અંતિમ સોમવારે ભક્ત જનો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાંચમા સોમવારે મંદિર વહેલી સવારે ચાર કલાકે ખૂલ્યા બાદ પ્રાત: મહાપુજા 6થી 7, પ્રાત: આરતી 7થી 7.15, પાલખી યાત્રા 9, મધ્યાહન મહાપુજા 11થી 12, મધ્યાહન આરતી 12થી 12.15, વિશેષ શ્રૃંગાર મહાદેવને અમાસના પુષ્પ દર્શન દર્શનનો શ્રૃંગાર 5થી 8:30, દિપમાલા 6:30થી 7:30, સાંજની આરતી 7થી 7.20 આમ સોમનાથના દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
શ્રાવણના પાંચમા સોમવારે સોમવતી અમાસ હોવાથી સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં રવિવારથી લોકો આવી રહ્યાં છે અને મંદિર વહેલી સવારે ચાર કલાકે ખુલતા દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી.
સોમનાથમાં સવારના પાલખી યાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને પાલખી યાત્રા મંદિર પરિસરમાં ભગવાન નગર ચર્ચાએ નિકળ્યા હતાં તેમજ સાંજે સોમવતી અમાસના પુષ્પ દર્શન શ્રૃંગાર કરવામાં આવશે.
શ્રાવણના અંતિમ સોમવતી અમાસ અને સોમવાર હોવાથી લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને જીલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા એ જણાવ્યું કે સોમવારે વહેલી સવારથી પોલીસ કર્મીઓ રાઉન્ડ ધ કલોક ફરજમાં રહશે જેમા બોમ્બ ડિસ્પોઝલ સ્વોડ, એસ આર પી, ધોડેશ્વાર પોલીસ, જી આર ડી અને સોમનાથ ટ્રસ્ટ સેકયુરીટી ખડે પગે રહશે.
સોમનાથમાં અંતિમ સોમવારે અને અમાસ હોવાથી સોમનાથ મંદિરમાં દર્શનની સાથે ત્રિવેણી સંગમમાં પીતૃ તર્પણ અને પોતાના સ્વજનોના મોક્ષાર્થે દિવો પ્રગટાવી ધાર્મિક વિધિઓ કરવામાં આવશે જેથી ત્રિવેણી સંગમમાં પણ ખુબજ ધસારો જોવા મળ્યો હતો.