મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતમાં આવતીકાલે સરપંચ માટે થશે મતદાન
મોરબી જીલ્લામાં 22 જૂન 2025ના રોજ 40 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, મધ્યસત્ર, સરપંચ અને વોર્ડસભ્યોની પેટા ચૂંટણી યોજાશે. કુલ 79 મતદાન મથકો નિર્ધારિત થયા છે અને જીલ્લામાં કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા આર.ઓ. અને એ.આર.ઓ.ની નિયુક્તિ થઈ છે.
મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે આગામી 22 જૂને મતદાન યોજાશે. અગાઉ 192 જગ્યાઓ માટે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે હવે નવા વિભાગલાયક ગામોમાં કુલ 40 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણીઓમાં સામાન્ય તથા મધ્યસત્ર પ્રકારની 27, સરપંચ માટે 5 અને વોર્ડ અને વોર્ડના સરપંચ માટે અન્ય ચૂંટણી યોજાનાર છે. આ માટે કુલ 79 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જીલ્લા ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા આર.ઓ. અને એ.આર.ઓ.ની નિમણૂક કરી, તમામ તાલુકાઓમાં યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.
હળવદ તાલુકામાં 1. ઇશનપુર, 2. રાયસંગપુર, 3. વેગડવાવ, 4. ઈશ્વરનગર, 5. મંગળપુર, 6. શિવપુર, 7. નવા વેગડવાવ, 8. રાણેકપર, વાંકાનેર તાલુકામાં 1. પંચાસીયા, 2. કાશીપર ચાંચડીયા, 3. પલાસડી, 4. ભેરડા, 5. સિંધાવદર - વિડી ભોજપરા, 6. ભાટીયા, 7. પીપળીયારાજ, 8. સતાપર, 9. હસનપર, 10. શેખરડી, 11. ખીજડીયા-પીપરડી, 12. પાજ, 13. લુણસર, 14. આણંદપર, ટંકારા તાલુકામાં 1. લજાઈ, 2. જબલપુર, માળીયા તાલુકામાં 1. બોડકી, 2. નંદનવન, 3. ચાચાવદરડા, મોરબી તાલુકામાં 1. આમરણ, 2. ડાયમંડનગરસ 3. ધુળકોટ, 4. ઉટબેટ (શા), 5. જીવાપર આ., 6. લક્ષ્મિનગર, 7. રાજપર કું, 8. ધરમપુર, 9. આંદરણા, 10. ખરેડા, 11. જેપુર, 12. અણીયારી, 13. મકનસર, આ તમામ પંચાયતોમાં ચૂંટણીઓની પ્રક્રિયા શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતે પાર પાડી શકે તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ કામગીરીને આખરી ઓપ આપવા માટે કાર્યરત થઈ ગયા છે.