કડી-વિસાવદરમાં પેટા ચૂંટણીનું મતદાન, મતદાન કેન્દ્રોની બહાર મતદારોની લાગી લાઈનો, જાણો કેટલું થયું વોટીંગ
રાજ્યના કડી-વિસાવદર સહિત દેશના ચાર રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 19 જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરશે. તો કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથકો પર પોતાનો મત આપશે.
કડી અને વિસાવદર બેઠક પર વહેલી સવારથી જ મતદાન માટે મતદારોની લાંબી લાઈનો લાગી છે. ત્યારે વિસાવદરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 31,590 મતદારોએ મતદાન કર્યું છે, જે કુલ મતદારોની સંખ્યા 2,61,110ના 12.10 ટકા થાય છે. જયારે કડીમાં 10 ટકા મતદાન મતદાન થયું છે.
બંને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને AAPના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. વિસાવદર પેટાચૂંટણીને લઈ મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગુજરાત ઉપરાંત કેરળના નીલાંબુર, પંજાબના લુધિયાણા પશ્ચિમ, પ.બંગાળના કાલીગંજની વિધાનસભા બેઠકો ઉપર પણ પેટાચૂંટણી માટે મતદાનની શરુઆત થઇ ચૂકી છે.
.