For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SIRમાં મતદારોને પડતી હાલાકી, કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન

03:46 PM Nov 19, 2025 IST | Bhumika
sirમાં મતદારોને પડતી હાલાકી  કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન

જરૂરી માહિતીનો અભાવ, નાગરિકો સાથે ઇકઘ નબળુ કોર્ડિનેશન અને ટેક્નિકલ ક્ષતિ સહિતના પ્રશ્ર્નો દૂર કરવા રજૂઆત

Advertisement

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશને એસઆઇઆરમાં મતદારો અને કોંગ્રેસના કાર્યકરો તરફથી મળેલી ફરિયાદોના અનુસંધાનમાં વિસ્તૃત આવેદનપત્ર આપી મતદારોને પડતી હાલાકી દૂર કરવા અને સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરવામાં આવી હતી જેમાં BLO પાસે જરૂૂરી માહિતીનો અભાવ, જૂની મતદાર યાદી (2002)માં નામ ચકાસવામાં થતી મુશ્કેલીઓ તથા ટેકનોલોજીનો અભાવ, નાગરિકો સાથે BLO નું નબળું કોર્ડીનેશન (નાગરિકોના પ્રશ્નોનું એક સાથે નિરાકરણ કરવું), નાગરિકોના મુખ્યત્વે પ્રશ્નો (2002ની યાદીમાં નામ ન હોય તો નવું નામ ઉમેરવું હોય તો જેમની ઉંમર હાલમાં જ 18 વર્ષ ની થઈ હોય એવા), ઓનલાઈન પ્રક્રિયા માટે ટેકનિકલ ક્ષતિઓ દૂર કરવી, હોમ સબમીશન પછી રસીદ ન આપવી (કોઈ જગ્યાએ ફોર્મની એક જ કોપી આપેલી હોય એવા), BLO નો મોબાઇલ નંબર પર સંપર્ક થતો નથી અને સ્વીચ ઓફ હોય છે, ડોર ટુ ડોર વેરિફિકેશન યોગ્ય રીતે થતું નથી, ભાડે રહેનારા અથવા મકાન આવેલા માટે સ્પષ્ટ માર્ગદર્શન ન મળવું, BLO ને વિસ્તારની પૂરી જાણ ન હોવી, જુદા જુદા વિસ્તારના લોકોને જુદા જુદા નિયમો કહેવામાં આવે છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા ની આગેવાનીમાં આજરોજ જિલ્લા કલેકટરને અપાયેલ આવેદનપત્રમાં મહેશભાઈ રાજપુત, અતુલ રાજાણી, નરેન્દ્રભાઈ સોલંકી, વશરામભાઈ સાગઠીયા, ડી પી મકવાણા, જયદીપ મયાત્રા ધર્મેશ સોલંકી સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement