For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર જિલ્લામાં તા.15,16 અને તા.22-23 ના રોજ મતદાર યાદી સુધારણા

01:10 PM Nov 15, 2025 IST | admin
જામનગર જિલ્લામાં તા 15 16 અને તા 22 23 ના રોજ મતદાર યાદી સુધારણા

તા.01/01/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત તા.04/11/2025 થી તા.04/12/2025 સુધીના સમયગાળાને ગણતરીના તબકકા તરીકે નકકી કરવામાં આવ્યો છે.
લોકોને ગણતરી ફોર્મ ભરવામાં સરળતા રહે તે હેતુથી જામનગર જિલ્લામાં આગામી તા.15-16 નવેમ્બર અને તા.22-23 નવેમ્બરના રોજ સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી સબંધિત ભાગના બુથ લેવલ ઓફીસર તેમના મતદાન મથક ખાતે હાજર રહેશે. આ વિશેષ કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમિયાન બીએલઓની મદદથી મેપીંગ / લીન્કીંગ કરાવી શકશે. જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૂૂર હોય તેમજ વર્ષ 2002ની મતદારયાદી શોધવામાં પણ બીએલઓ મદદરૂૂપ થશે.

Advertisement

મતદાર બીએલઓનો ફોનથી સંપર્ક કરી શકે તે માટે https://voters.eci.gov.in/ પરથી Book a Call With BLO વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. કોલ બુક થયા બાદ બીએલઓ દ્વારા 48 કલાકની અંદર સામેથી મતદારનો સંપર્ક કરવામાં આવશે. જો કોઈ મતદારે online Enumeration Form ભરવુ હોય તો Voters’ Service Portal https://voters.eci.gov.in/login પરથી ભરી શકશે. સમગ્ર જામનગર જિલ્લામાં આયોજિત મતદાન મથકો પર યોજાનાર આ કેમ્પનો મહત્તમ લોકોએ લાભ લેવા માટે અને ગણતરી ફોર્મ ભરવામાં જિલ્લા વહીવટી તંત્રને સહયોગ આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement