For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ, વડોદરા અને સુરતથી મહાકુંભ માટે એસ.ટી. દ્વારા કાલથી વોલ્વો બસ દોડાવાશે

12:04 PM Feb 03, 2025 IST | Bhumika
રાજકોટ  વડોદરા અને સુરતથી મહાકુંભ માટે એસ ટી  દ્વારા કાલથી વોલ્વો બસ દોડાવાશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ચાલતા મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ગુજરાતના શ્રદ્ધાળુઓને પહોંચતા કરવા રાજ્ય સરકાર દ્વારા શરૂૂ કરવામાં આવેલી એસટીની વોલ્વો અમદાવાદથી શરૂૂ કરવામાં આવી હતી. હવે આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 4 ફેબ્રુઆરીથી 5 નવી વોલ્વો બસો શરૂૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ ઉપરાંત હવે વડોદરા અને રાજકોટથી 1થી વધુ, સુરતથી 2 બસો શરૂૂ કરવામાં આવશે.

Advertisement

આ બસોનું ઓનલાઇન બુકિંગ આજે (2 ફેબ્રુઆરી) સાંજે 5 વાગ્યાથી એસ.ટી નિગમની વેબસાઇટ પરથી કરી શકાશે. સુરત તથા રાજકોટ ખાતેથી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા મધ્યપ્રદેશની બોર્ડર બારણ ખાતે કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને વડોદરા ખાતેથી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) ખાતે કરવામાં આવી છે.

એસટીની નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂૂ. 7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 નક્કી કરવામાં આવ્યું છે. આ નવી બસનું ઓનલાઇન બુકિંગ આજે 2 ફેબ્રુઆરી 2025 ના રોજ સાંજે 5 કલાક થી એસ.ટી નિગમની વેબસાઈટ https://gsrtc.inપરથી થઇ શકશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement