સોમનાથમાં 17 કરોડની જમીન પરથી સ્વૈચ્છિક દબાણ ખુલ્લુ કરાયું
સરકાર દ્વારા ભૂમાફિયા પર અંકુશ લાવવા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ - ર0ર0 લાગુ કરવામાં આવેલ છે.જે અનુસંધાને જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબીંગ કમિટિની બેઠક યોજાયેલ હતી. જિલ્લામાં સરકારી તથા ગૌચરની જમીનોમાં જુદા જુદા ઈસમો દ્વારા દબાણો કરવામાં આવેલ હોય, સબંધિત મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા દબાણદારો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ - ર0ર0 હેઠળ કુલ-14 સ્યુ મોટો અરજીઓ દાખલ કરવામાં આવેલ હતી. આ દબાણદારો ઉપર લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ અરજી થતા કુલ-1ર દબાણદારોએ કુલ 91740 ચો. મી. સરકારી / ગૌચરની જમીનો ઉપરના દબાણો સ્વૈચ્છાએ ખુલ્લા કરેલ હતા.જેની અંદાજીત બજાર કિંમત રૂૂા.17 કરોડ જેટલી થાય છે.જયારે ર(બે) દબાણદારોએ સરકારી જમીનો ઉપરના દબાણો ખુલ્લા ન કરતા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ - ર0ર0 હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવા નિર્ણય કરવામાં આવેલ હતો.