ખંભાળિયા, ભાણવડ વિસ્તારમાં સાંસદ પૂનમબેન માડમની મુલાકાત
આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના જામનગર બેઠકના ઉમેદવાર સાંસદ પૂનમબેન માડમ આવતીકાલે ગુરુવારે ખંભાળિયા તેમજ ભાણવડ વિસ્તારમાં ખાસ ઉપસ્થિત રહેશે.આ અંગેની વિગતો આપતા જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે આવતીકાલે ગુરુવારે બપોરે 3:30 વાગ્યે સાંસદ પૂનમબેન માડમ ભાણવડમાં આવેલી સગર સમાજની વાડી ખાતે હોદ્દેદારો અને આગેવાનો સાથે બેઠક કરશે. જેમાં ઇન્ચાર્જ તરીકે ગોવિંદભાઈ કનારા તથા ચેતનભાઈ રાઠોડ રહેશે. સાંજે સવા પાંચ વાગ્યે ભાણવડના ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સંકલન બેઠક પણ યોજાઈ છે.
આ પછી સાંજે 6:45 વાગે ખંભાળિયામાં રાજપુત સમાજની વાડી ખાતે સંગઠનના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિગેરે સાથેની એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ રાત્રે 9 વાગ્યે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંકલન મીટીંગ યોજાશે. આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, સી.એલ. ચાવડા તેમજ જીગ્નેશભાઈ પરમાર રહેશે.