રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં દૃશ્યમ ફિલ્મ સ્ટાઇલથી યુવાનની હત્યા

11:34 AM Jul 29, 2024 IST | admin
Advertisement

રહસ્યમય રીતે ગુમ થયેલા યુવાનની હત્યાનો ભેદ ખૂલ્યો, 18 લાખ ચૂકવવા ન પડે તે માટે પૂર્વ આયોજિત પ્લાન બનાવી હત્યાને અંજામ આપ્યો

Advertisement

એક મહિનાથી ગુમ યુવકની મિત્રએ હત્યા કરી લાશ ખેતરમાં દાટી દીધી

મોરબીમાં દ્રશ્યમ ફીલ્મની જેમાં યુવાનની એક માસ પૂર્વે હત્યા કરી લાશને તેના જ મિત્રને દાટી દેવાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખી હત્યા કરનાર નામચીન શખ્સની ધરપકડ કરી છે. 18 લાખની ઉઘરાણીમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. એક માસથી ગુમ યુવાનની તેના જ મિત્રે જ ગળુ દબાવી હત્યા કર્યા બાદ લાશને માણેકવાળા ગામની સીમમાં ખેતરના સેઢે દાટી દીધી હતી.

મળતી વિગતો મુજબ મોરબીમાં ટીંબડી પાટીયા પાસે જે.આર.ટ્રાન્સપોર્ટ નામની ઓફીસ ધરાવતા અને મોરબીમાં રહેતા જીતેન્દ્ર રમેશભાઇ કૈલા (ઉ.વ.34)નામનો યુવાન ગત તા.20 જૂનના રોજ મોરબીમાં નાની વાવડી રોડ પર સતનામ કોમ્પ્લેક્ષમાં ઓફીસ ધરાવતા જીતેન્દ્ર આયદાન ગજિયાની ઓફીસે પોતાના લેણા નીકળતા રૂપિયા 10 લાખ લેવા ગયા બાદ પત્ની સાથે છેલ્લે વિડીયો કોલમાં વાત કર્યા બાદ ભેદી રીતે લાપતા થયો હતો. જીતેન્દ્ર પોતાના ઘરે નહીં પહોંચતા પરિવારજનો ચિંતિંત બન્યા હતા અને આ બાબતે પોલીસમાં જીતેન્દ્રના ગુમ થયાની જાણ કરી હતી.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સુચનાથી એલસીબીના પી.આઇ. એમ.પી.પંડ્યા તથા સીટી એ-ડીવીઝનના પીઆઇ એચ.એ.જાડેજા અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક પરિવારજનોની પૂછપરછ અને તપાસમાં એક મહિનાથી ગુમ જીતેન્દ્ર છેલ્લે તેના મિત્ર જીતેન્દ્ર ગજિયાને મળ્યો હોય. જેથી પોલીસે જીતેન્દ્રની પૂછપરછ શરૂ કરી હતી. પરંતુ એક મહિના સુધી પોલીસને ગુમ થયેલા જીતેન્દ્ર કૈલા અંગે કોઇ મહિતી મળી ન હતી. અંતે ટેક્નીક્લ તપાસ બાદ મોરબી પોલીસે જ્યારે અગાઉ તબીબ પુત્રની હત્યામાં સંડોવાયેલા જીતેન્દ્ર ગજિયાની ઉલટ પૂછપરછ કરતા ગુમ થયેલા જીતેન્દ્ર કૈલાની હત્યા કરી લાશ માણેકવાળા પાસે ખેતરના સેઢે દાટી દિધાનું કબુલ્યું હતું. પોલીસે માણેકવાળાની સીમમાં દાફન કરાયેલી ટ્રાન્સફોટ્રની લાશને બહાર કાઢી ફોરેન્સીક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ચક્ચાર જગાવનાર હિંદી ફિલ્મ દ્રશ્યમની સ્ટોરની જેમા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય. કારણ અંગે જીતેન્દ્ર ગજિયાએ જણાવ્યું કે, મૃતક ટ્રાન્સપોટરે હત્યારા જીતેન્દ્રને 10 લાખ અને 8 લાખ એમ રૂા.18 લાખ ઉછીના આપ્યા હતા. જેની ઉઘરાણી કરતા મૃતક ટ્રાન્સપોટરને 18 લાખ રૂપિયા આપવા ન પડે તે માટે હત્યારાએ જીતેન્દ્રનું અપહરણ કરી તેને ગોંધી રાખી ગત તા.26ના રોજ તેને ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતારી અને લાશને ખેતરના સેઢે બોક્સમાં દાટી દીધી હતી.

તબીબ પુત્રની હત્યામાં સંડોવાયેલા શખ્સે પોલીસને પણ ગોટે ચડાવી

મોરબીના ટ્રાન્સપોટરની હત્યા કરનાર જીતેન્દ્ર ગજિયા એક રીઢો ગુનેગાર છે. અગાઉ તેને જેતપુરના તબીબ પુત્ર સિદ્ધાર્થ લાખાણીની હત્યા કરી લાશને જેતપુર ડીવાયએસપીના બંગલાની અગાશીમાં છૂપાવી દીધી હતી. ખંડાણી માટે તબીબ પુત્રની હત્યા કરનાર જીતેન્દ્ર ગજિયાને આજીવન કેદની સજા થઇ હોય અને 14 વર્ષ જેલમાં વીતાવ્યા બાદ તે તાજેતરમાં મુક્તા થયો હોય અને ત્યાર બાદ મોરબી રહેતો હોય. જ્યાં તેનો પરિચય જીતેન્દ્ર કૈલા થયા બાદ તેની હત્યા કરી હોય. પૂછપરછમાં એક મહિના સુધી શાતિર દિમાગ જીતેન્દ્ર ગજિયાએ પોલીસને ગોટે ચડાવી હતી. ગુમશુદા જીતેન્દ્રની ભાળ મેળવા પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસે આરોપી જીતેન્દ્રના ઓફીસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે મૃતક જીતેન્દ્ર કૈલાના કપાડ અને હેલ્મેટ પહેરીને જીતેન્દ્રનું બાઇક લઇને આરોપી નીકળ્યો હોય. જેથી જીતેન્દ્ર મોરબી છોડીને ચાલ્યો ગયો હોવાની પ્રાથમિક શંકાએ પોલીસે તે દીશામાં તપાસ શરૂ કરી હતી.બાદમાં બીજા દિવસે ગુમ થયેલા જીતેન્દ્રના મોબાઇલમાંથી પોતે સટ્ટામાં 92 લાખ હારી જતા મોરબી છોડીને જાય છે. તેવો મેસેજ કર્યો હતો. આ તમામ બાબતો ઉપર પોલીસ તપાસમાં આરોપી જીતેન્દ્રએ પોતે નિર્દોશ હોવાની વાત કરતા વિશ્ર્વાસ આવી ગયો હતો. પરંતુ અંતે પોલીસે આકરી પૂછપરછ કરતા એક મહિના બાદ આ ફિલ્મી સ્ટાઇલ હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. શાતીર દિમાગ હત્યારાએ પોલીસને પણ ગોટે ચડાવી હતી.

Tags :
attactgujaratgujarat newsmorbinews
Advertisement
Next Article
Advertisement