અંબાજીના આશીર્વાદ મેળવી ગુજરાત ભ્રમણ શરૂ કરતા વિશ્ર્વકર્મા
રાજ્યમાં પક્ષની મજબૂતી અને જનતાના કલ્યાણ માટે કરી પ્રાર્થના
રાજકોટમાં 15મીએ ભાજપ દ્વારા શક્તિપ્રદર્શન, તૈયારીઓ શરૂ
ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (પંચાલ) એ આજે તેમના સંગઠનાત્મક ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. પ્રવાસની શરૂૂઆત તેમણે શક્તિપીઠ અંબાજીથી કરી, પ્રદેશ પ્રમુખે જગત જનની માં અંબાના મંદિરમાં જઈને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા અને રાજ્યમાં પક્ષની વધુ મજબૂતી તથા જનતાના કલ્યાણ માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પવિત્ર સ્થળેથી પ્રવાસનો પ્રારંભ કરીને તેમણે આધ્યાત્મિક અને ધાર્મિક આસ્થા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમની સાથે પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતા. આગામી તા.15નાં રોજ ભાજપ પ્રમુખ રાજકોટ ખાતે આવનાર છે ત્યારે રેસકોર્ષ મેદાન ખાતે ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સાથે તેમનું સ્વાગત કરવામાં આવનાર છે.ગુજરાત પ્રવાસ પૂર્વે જગદીશ વિશ્ર્વકર્માએ જણાવ્યું કે, શીર્ષક નેતૃત્વએ જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પ્રદેશની જે જવાબદારી આપી છે, એ જવાબદારી સાથે સાથે ગુજરાતના સાડા છ કરોડ જનતાની સુખાકારી માટે, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા માટે મા અંબાના ચરણોમાં સમગ્ર લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી છે.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાને જે સ્લોગન આપ્યું છે, આત્મનિર્ભર ભારત - ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’. આ અભિયાનની શરૂૂઆત થઈ ચૂકી છે. સાથે સાથે 5 ટકા જે જીએસટી જેટલી જગ્યાએ ઘટ્યો છે, જે ટેક્સેશન વાઇઝ, એ તમામના સ્ટીકર્સ એ પણ આજે અહીંયા સ્થાનિક બજારમાં જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કહી રહ્યા છે કે ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ, અને દેશના તમામે તમામ લોકોએ આ આહ્વાનને ઉપાડ્યું છે.
સ્વાગતમાં ચોપડા-બુક આપવા સુચના
સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક નવો અભિગમ અપનાવવાનો પણ પ્રયાસ કર્યો છે. ફૂલહાર, બુકે, મોમેન્ટો અને શાલ, આ તમામ વસ્તુઓ એક ખૂબ મોટી સંખ્યામાં આવતી હોય છે. કાર્યકર્તા મિત્રોનો, શુભેચ્છકોનો, સામાજિક સંસ્થાઓનો આગ્રહ કોઈ પણ વ્યક્તિ સ્થાનિક જિલ્લાનો, પ્રદેશનો, રાષ્ટ્રીય લેવલનો આવતો હોય તો એનું સ્વાગત કરવાનો હોય છે. પણ જે રીતે દેશના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે તો સંકલ્પ કર્યો હતો: બેટી બચાવો, બેટી પઢાઓ. અને એવી જ રીતે આ અભિયાનને આગળ વધારવા માટે એક નવો અભિગમ સ્વાગતમાં નક્કી કર્યો છે કે ચોપડા, વાંચવાની બુકો આ બધાથી જો સ્વાગત થાય અને આ સ્વાગત થયા પછી આ પુસ્તકો તો લાઇબ્રેરીમાં જાય, ચોપડા તો જરૂૂરિયાતમંદ પરિવારના બાળકોમાં સુધી પહોંચે, એવું સરસ આયોજન ગુજરાત પ્રદેશની ટીમે પણ કરી છે.