વાઇરલ રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ બાદ હવે કમળાએ ઊંચક્યું માથું
સાત દિવસમાં ડેંગ્યુના 32, કમળાના બે, શરદી-ઉધરસના 1174 અને સામાન્ય તાવના 637 કેસ
શહેરમાં વાયરલ રોગચાળા દિન પ્રતિદિન વકરી રહ્યો છે. મનપાની આરોગ્ય શાખા રોગચાળાને કાબુમાં લેવા ઠેર ઠેર દવા છંટકાવ અને ફોગિંગની કામગીરી કરી રહી છે. છતાં બેદરકાર લોકો દ્વારા ફેલાવાતી ગંદકીને લીધે રોગચાળો ધીમો પડવનું નામ લેતો નથી.
છેલ્લા એક સપ્તાહમાં મનપાની આરોગ્ય શાખામાં નોંધાવેલા રોગચાળાના આંકડા જોઈએ તો તા. 23થી તા. 29 સપ્ટેમ્બર દરમિયાન ડેંગ્યુના 32, શરદી ઉધરસના 1174, સામાન્ય તાવના 637, ઝાડા ઉલ્ટીના 230 તેમજ કમળાના તાવના નવા બે કેસ નોંધાયા છે. શહેરમાં જે વિસ્તારોમાં રોગચાળો વધુ વકર્યો છે. તેવા વિસ્તારોમાં પ્રત્યેક મકાનોમાં ફોગિંગ, પોરાનાશક કામગીરી કરવા તંત્ર ઉધેમાથે થયું છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 316 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે.
જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 401 અને કોર્મશીયલ 117 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂૂા.66,550/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 101010નું સૂત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.
રોગચાળાથી બચવા આટલું કરો
(1) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.
(2) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
(3) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.
(4) બિનજરૂૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
(5) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
(6) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.
(7) ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાન પુરૂૂ શરીર ઢંકાય તેવા ક5ડાં 5હેરવા.