વિપુલ ધોણિયાની આસી. કમિશનર તરીકે નિમણૂક
મહાનગરપાલિકાના સેક્રેટરી વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિપુલ ધોણીયાની ઇન્ચાર્જ આસી.કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. આથી હવે તેઓ નાયબ કમિશનરના તાબા હેઠળ કામગીરી કરશે.
રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ શહેરીજનોને પોતાના નિવાસ સ્થાનથી નજીકના સ્થળે મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની કામગીરી ઝોનવાઈઝ કાર્યરત કરવામાં આવેલ છે. વંચાણે-2 નાં હુકમથી ઝોનલ નાયબ મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનર (હેડ ક્વાર્ટર)ને કામગીરી ફાળવણી કરવામાં આવેલ છે, રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીનો વ્યાપ દિનપ્રતિદિન વધતો જાય છે. તમામ કામગીરી સમયસર, અસરકારક તથા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય, વહીવટી કાર્યમાં ઝડપ અને પારદર્શિતા વધે, શાખાઓ વચ્ચેનું સંકલન વધુ અસરકારક બને, તાત્કાલિક નિર્ણયો તથા માર્ગદર્શનમાં સુગમતા રહે, તે માટે નાયબ મ્યુનિસિપલ કમિશનરની હેઠળ એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (હેડ ક્વાર્ટર) ફાળવવાની જરૂૂરિયાત અનુભવાય છે.
વંચાણે-1 નાં હુકમથી વિપુલ ડી. ઘોણીયાને મેનેજર તરીકે હવાલેથી સેક્રેટરી વિભાગ ખાતે મુકવામાં આવેલ, વંચાણે-4 નાં પત્રની વિગતો ધ્યાને લેતા તેઓને સેક્રેટરી વિભાગ ખાતે હવાલા તરીકેની સેવાઓ પૂર્ણ કરી, વિપુલ ડી. ઘોણીયા(મેનેજર)ને રાજકોટ મહાનગરપાલિકાનાં નાયબ મ્યુનિસિપલ કમિશનર(હેડ ક્વાર્ટર)નાં તાબા હેઠળ ઈ.ચા.આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર(હેડ ક્વાર્ટર) તરીકેની કામગીરીનો ચાર્જ સુપ્રત કરવાનો આથી હુકમ કરવામાં આવે છે. ઈ.ચા.આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર(હેડક્વાર્ટર)એ નાયબ મ્યુનિસિપલ કમિશનર (હેડ ક્વાર્ટર)નાં તાબા હેઠળ કામગીરી કરવાની રહેશે. ઉક્ત હુકમનો અમલ તાત્કાલિક અસરથી અને ચુસ્તપણે કરવાનો રહેશે.