For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CBRT પરીક્ષા પધ્ધતિ રદ કરવા હજારો યુવાઓનું ગાંધીનગરમાં ઉગ્ર પ્રદર્શન

04:43 PM Aug 05, 2024 IST | Bhumika
cbrt પરીક્ષા પધ્ધતિ રદ કરવા હજારો યુવાઓનું ગાંધીનગરમાં ઉગ્ર પ્રદર્શન
Advertisement

બે દિવસ પહેલાં આવેલા વન વિભાગના પરિણામમાં 4 લાખ ઉમેદવારોના માર્કસમાં ગોલમાલની આશંકા, ઓરિજિનલ માર્કસ જાહેર કરવા માંગ

ગુજરાતમાં વનવિભાગની ભરતીનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. બે દિવસ અગાઉ સીબીઆરટી એટલે કે (કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ) અને નોર્મલાઈઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તો આજે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાને ભેગા થયા છે. જ્યાં વિદ્યાર્થી નેત યુવરાજસિંહ પણ પહોંચ્યા છે. ઉમેદવારો દ્વારા નોર્મલાઈઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે.

Advertisement

છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા, ફોરેસ્ટ, સીસીઇ, સબ ઓડિટર, સિનિયર સર્વેયર,Planning assistant, Work assistant મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે, આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં ખરી ઊતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે.

ઉમેદવારોએ જણાવ્યું કે, ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો તેમ જ ગૌણસેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે, ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવો જોઈએ તે થતો નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે.

ખાસ કરીને ફોરેસ્ટના દરેક ઉમેદવારની માંગણી છે કે, ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્ક્સવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે. જો એસએસસી સીજીએલ, આઇબીપીએસ, આરઆરબી ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથ મેરિટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણસેવા શા માટે ન કરે?

Advertisement
Tags :
Advertisement
Advertisement