ખુદ પોલીસ દ્વારા જ જાહેરનામાનો ભંગ ? કોન્સ્ટેબલે જાહેરમાં 15 કેક કાપી બર્થ ડે ઉજવ્યો
સુરતમાં હરપાલસિંહની હરકતથી સામાન્ય જનતામાં ભારે ચર્ચા કે બીફોર-આફટરનો વીડિયો આવશે ?
હરપાલસિંહ નામના પોલીસ જવાનનો જન્મદિવસ હોવાથી તેમણે જાહેરમાં મિત્રો અને સમર્થકો સાથે મળીને જશ્ન મનાવ્યો હતો. સુરતની પોલીસ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ છે. સામાન્ય રીતે પ્રજાને કાયદાનું પાલન કરાવતી અને જાહેરમાં બર્થડે ઉજવવા પર પ્રતિબંધનું કડક અમલીકરણ કરાવતી પોલીસના જ એક કર્મચારીએ નિયમોના લીરેલીરા ઉડાવ્યા છે. સુરતમાં એક પોલીસ કોન્સ્ટેબલે જાહેરમાં પોતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી, જેના કારણે પોલીસ બેડામાં અને સામાન્ય જનતામાં ભારે ચર્ચા જાગી છે.
મળતી માહિતી મુજબ, હરપાલસિંહ નામના પોલીસ જવાનનો જન્મદિવસ હોવાથી તેમણે જાહેરમાં મિત્રો અને સમર્થકો સાથે મળીને જશ્ન મનાવ્યો હતો. નવાઈની વાત એ છે કે, ઉજવણી સાદગીપૂર્ણ ન હતી, પરંતુ મોટા પાયે તાયફા કરવામાં આવ્યા હતા. કોન્સ્ટેબલે જાહેરમાં એક સાથે 15 કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.
આ ઘટના સામે આવ્યા બાદ લોકમુખે અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે શું કાયદો ફક્ત સામાન્ય પ્રજા માટે જ છે? જ્યારે કોઈ સામાન્ય યુવક જાહેરમાં કેક કાપે છે ત્યારે પોલીસ તેનો ‘બીફોર અને આફ્ટર’ (ઇયરજ્ઞયિ-અરયિિં) ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે અને કડક કાર્યવાહીનું ઉદાહરણ પૂરું પાડે છે. હવે જ્યારે ખુદ પોલીસ જવાન કાયદો તોડી રહ્યો છે, ત્યારે શું ઉચ્ચ અધિકારીઓ તેની પણ તેવી જ હાલત કરશે? શું હરપાલસિંહનો પણ પઆફ્ટરથ લૂક જોવા મળશે કે પછી નસ્ત્રપોલીસને કાયદો નડતો નથીસ્ત્રસ્ત્ર તે કહેવત સાચી પડશે?