ચાડધ્રામાં રેતીનો બ્લોક રદ્દ કરવાની માંગ સાથે ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ
હળવદના ચાડધ્રા ગામે રાજ્ય સરકાર દ્વારા રેતીની લીઝ આપતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને લીઝ રદ્ કરવાની માંગ સાથે નારા લગાવ્યા હતા અને લીજ રદ કરવામાં નહીં આવે તો ચાડધ્રા ગામને હિજરત કરવી પડે તેવી સ્થિતિ છે.
હળવદ તાલુકાના વિવિધ ગામમાંથી પસાર થતી બ્રાહ્મણી નદી પસાર થાય છે જેમાં રાજ્ય સરકાર દ્વારા ચાડધ્રા ગામે જાડેજા દ્રોપાલસિહને સર્વે નં 389/ પૈકી વિસ્તારમાં 2 હેક્ટર જમીન સાદી રેતી લેવાં મંજૂરી આપી છે અને આ લીઝના બ્લોકને લઈને ગ્રામજનો વિરોધ નોંધાવી રહ્યા છે અને લીઝ રદ કરવાની માગણી કરી છે.
બ્રાહ્મણી નદીમાં 2 હેક્ટરમાં રાજ્ય સરકાર દ્વારા લીઝ આપવામાં આવી છે અને આ લીઝમાંથી ઉપરાંત આજુબાજુમાંથી રેતી ખનન થતું હોવાથી પાણીના સ્ત્રોત ઘટી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અને ખેડૂતોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે.ચાડધ્રા ગામ પાસે ઘુડખર અભ્યારણ ઇકો સેન્સિટીવ ઝોન આવેલું છે અને નજીકમાં જ લીઝ મંજુર કરાવતા રક્ષિત પ્રાણી ઘુડખર સહિત અન્ય વન જીવ્યોને પહોંચી શકે તેમ છે અને રાત્રી દરમિયાન સતત કામગીરી થતાં ગ્રામજનો હાલાકી ભોગવવી પડે છે.
ચાડધ્રા ગામની નદીમાંથી લીઝ રદ કરોની માંગ સાથે મોટી સંખ્યામાં ચાડધ્રા ગામના ખેડૂતો બ્રાહ્મણી નદીમાં પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં કચેરીમાં આવેદનપત્ર અને રજૂઆત કરીશું અને અવાજ નહીં સંભળાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.