વિજયભાઇના મૃતદેહના DNA ટેસ્ટ માટે બહેને સેમ્પલ આપ્યું
આખું ગુજરાત આજે સ્તબ્ધ છે.અમદાવાદ પ્લેન ક્રેશમાં 290ના મોતની આશંકા છે. આ દુર્ઘટનામાં ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીને ગુમાવ્યા છે. પરંતું સમાચાર મળ્યા છે કે, હોનારતમાં વિજય રૂૂપાણીનું આખું શરીર બળીને ખાખ થયું છે. તેથી ડીએનએ ટેસ્ટથી જ તેમની ઓળખ થશે.
પ્લેન ક્રેશની ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીના મૃતદેહની ઓળખ પણ ન થઈ શકે તેમ નથી. હવે DNA સેમ્પલ ના આધારે જ વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ થશે. આ માટે વિજય રૂૂપાણીના બહેને DNA સેમ્પલ આપ્યું છે. જેના આધારે તેમના મૃતદેહની ઓળખ થશે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીનું શરીર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું હોવાથી તેમના મૃતદેહની ઓળખ DNA સેમ્પલથી થશે. વિજય રૂૂપાણીના પરિવારનો કોઈ સભ્ય તેમની દીકરી રાધિકા અને પત્ની અંજલી રૂૂપાણી લંડનમાં છે તો તેમનો પુત્ર ઋષભ અમેરિકામાં છે. પત્ની અને પુત્રી અમદાવાદ પહોચ્યા છે. તો પુત્ર 14 જૂને અમેરિકાથી આવશે. એ પહેલાં વિજય રૂૂપાણીના મૃતદેહની ઓળખ થઈ જાય તે માટે તેમનાં બહેને DNA સેમ્પલ આપ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણી અગાઉ 3 જૂનના રોજ લંડન જવાના હતા. વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિબેન રૂૂપાણીની લંડન માટેની ટિકિટ 3 જૂનની બુક થઈ હતી. પરંતુ પંજાબના લુધિયાણાની વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતા વિજય રૂૂપાણીએ પોતાની 3 જૂનની ટિકિટ કેન્સલ કરાવી હતી. આ કારણથી માત્ર તેમના પત્ની અંજલીબેન રૂૂપાણી જ 3 જૂને લંડન જવા માટે રવાના થયા.