વિજય રૂપાણીનો પાર્થિવદેહ નિવાસસ્થાને પહોંચ્યો, અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પી
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું. ત્યારે આજે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રૂપાણી પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવ્યો છે. હવે પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચ્યો છે. ત્યાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. પાર્થિવ દેહ રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે પહોંચ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ગ્રીનલેન્ડ ચોકડી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.
વિજય રૂપાણીનું પાર્થિવદેહ તેમના નિવાસસ્થાને પહોંચ્યો છે. પાર્થિવદેહ ઘરે પહોંચતા જ વિજયભાઈ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, ભારત માતા કી જયના નારા ગુજ્યાં હતા. રાજ્યપાલ, CM ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ સહિતના નેતાઓએ સ્વ વિજય રૂપાણીજીને પુષ્પાંજલિ અર્પી છે