VIDEO: મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યા, 3ના મોત
વડોદરા જિલ્લાના પાદરામાં આજે સવારે મોટી દુર્ઘટના બની છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા ખળભળાટ મચી ગયો હતો. પુલ તુટતાં
અનેક વાહનો નદીમાં ખાબક્યા હતાં. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયાં છે. જયારે પાંચ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
આ પુલ 43 વર્ષ જૂનો હતો. વડોદરા-આણંદને જોડતો આ ગંભીરા પુલ ભારે ટ્રાફિક દરમિયાન તૂટી પડ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રક અડધા તૂટેલા પુલ પર લટકતો જોવા મળી રહ્યો છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
https://x.com/AmitChavdaINC/status/1942780277027201251
એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 7.30 વાગ્યાની આસપાસ બની હતી. પુલ તૂટી પડવાને કારણે બે ટ્રક અને એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહિસાગર નદીમાં પડી ગયા. ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે. નદીમાં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કગરતી દેખાઈ હતી. પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે છે. ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે છે.