For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરા જિલ્લા સહકારી સંઘમાં ભાજપના બળવાખોરોનો વિજય

12:32 PM Oct 05, 2024 IST | Bhumika
વડોદરા જિલ્લા સહકારી સંઘમાં ભાજપના બળવાખોરોનો વિજય
Advertisement

વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બળવાખોરોનો વિજય થતાં ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. ભાજપના બળવાખોર ઉમેદવાર પ્રવિણભાઈ મણીભાઈ પટેલ જીતી ગયા છે. ભાજપે પ્રવિણભાઈ મણીભાઈ પટેલને પડતા મૂકીને મુકેશભાઈ જશવંતભાઈ પટેલને મેન્ડેડ આપ્યો હતો. પરંતુ આ ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ આપેલા ઉમેદવારોનો કારમો પરાજય થયો છે. 16 મત સાથે બળવાખોરો જીતી ગયા છે. જ્યારે અતુલ પટેલ બિનહરીફ જાહેર થયા છે.

વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ ગઇકાલે જાહેરનામુ થયુ હતુ. આ ચૂંટણીમાં બળવાખોરોનો વિજય થયો છે. જ્યારે ભાજપે મેન્ડેડ આપેલા ઉમેદવારોનો કારમો પરાજય થતાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. 16 વિરૂૂદ્ધ 6 મતથી બળવાખોરોનો વિજય થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમુખ માટે ભાજપે મેન્ડેડ આપેલા મુકેશભાઈ જશવંતભાઈ પટેલનો પ્રવીણભાઈ મણીભાઈ પટેલ સામે પરાજય થયો છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપે ચંદ્રકાંભાઈ પરસોત્તમભાઈ પટેલને મેન્ડેડ આપ્યો હતો, જેમનો કૌશિકભાઈ મનહરભાઈ પટેલ સામે પરાજય થયો છે.

Advertisement

રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે અતુલ પટેલ બિનહરીફ જાહેર થયા છે. ભાજપે મેન્ડેડ આપેલા ઉમેદવારોનો કારમો પરાજય થતાં ભાજપમાં ચિંતા વધી ગઈ છે. ચૂંટણી જાહેર થઈ ત્યારથી મંડળીઓના મતદારો મૂકવામાં વિવાદ થયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement