GCAS, Ph.d. અને રિઝલ્ટ બાબતે કુલપતિનો ઘેરાવ
ગુજરાતમાં દિવસેને દિવસે શિક્ષણની ઘોર ખોદવાનું કામ વર્તમાન ગુજરાત સરકાર કરી રહી છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની યુનિવર્સિટીમાં એડમિશન માટે GCAS (Gujarat Common Admission Services) લઈ આવ્યા છે. જેનાથી વિદ્યાર્થીઓને ફાયદો થવાની બદલે ખૂબ જ મોટી ડેરાનગતિનો સામનો છેલ્લા બે વર્ષથી કરવો પડી રહ્યો છે.
આ પોર્ટલમાં ખૂબ મોટી ખામીઓ છેલ્લા બે વર્ષમાં સામે આવી છે.જીસીએએસ પોર્ટલમાં તેમાં એડમિશન પ્રોસેસમાં ખુબ વાર લાગી. વિદ્યાર્થીઓને કોલેજ અને યુનિવર્સિટીના વારંવાર ધક્કા ખાવા. એલોટમેન્ટ વાળા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતા નથી. વિદ્યાર્થીઓને નવું પોર્ટલ ડોવાથી માહિતી લેવા યુનિવર્સિટીમાં જાય તો યુનિવર્સિટીઓ માંથી સંતોષકારક જવાબ મળતો નથી મેરીટના ગોટાળા (ભૂતકાળમાં એક બનાવ કે જેમાં મહિલાઓની કોલેજમાં પુરુષોને એડમિશન આપી દીધાં હતાં રજીસ્ટ્રેશનના નામે ₹300ફીની ઉઘરાણી કરી) વગેરે આવી રીતે વિધાર્થીઓને ડેરાન પરેશાન કરી તેમની પાસેથી રૂૂપિયા ખંખેરી લેવા જેવી ગંભીર બાબતો સામનો છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.
આ પોર્ટલના કારણે ખાનગી યુનિવર્સિટીઓને ખૂબ મોટો ફાયદો અને લાભ થયો છે કે જાણે આ પોર્ટલ ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડવા માટે જ લઈ આવ્યા હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.
ઉપરોક્ત વિષય સંદર્ભે સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે આવનારા વર્ષમાં આ પોર્ટલ નાબૂદ કરી વિદ્યાર્થીઓ માટે સરળ એડમિશન પ્રક્રિયા કરવી જોઈએ.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પરીક્ષા વિભાગ તંત્ર દિવસેને દિવસે ખાડે જઈ રહ્યું છે જેમાં પરીક્ષાઓ મોડી લેવી અને પરીક્ષાઓના રીઝલ્ટ મોડા આવવા જાણે એક સામાન્ય બાબત અને એક ફેશન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ ડેરાનગતિ નો સામનો કરવો પડી રહ્યો છે. ઇ.ભજ્ઞળ તયળ-1 અને તયળ-2 ના વિદ્યાર્થીઓના પરીક્ષાઓના પરિણામ મહિનાઓ વીતી ગયા તેમ છતાં પણ ડજી સુધી જાહેર જાહેર થયા નથી. જેના લીધે કોઈ વિદ્યાર્થીઓ કોલેજ ટ્રાન્સફર કરવું હોય તો તેને ખૂબ થાય છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ અનેક ફેકલ્ટીઓમાં પરિણામો હજી સુધી જાહેર થયેલા નથી. તો આ પરિણામો બે દિવસની અંદર જાહેર કરવામાં આવે અન્યથા ગજઞઈં દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.આ ઉપરાંત હાલમાં છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડીની એન્ટ્રેસ પરીક્ષા રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાતની અન્ય સરકારી યુનિવર્સિટીમાં જો પીએચડી ની એન્ટ્રેસ પરીક્ષા લેવામાં આવતી હોય તેમજ ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા દ્વારા પણ ડાલમાં જ પીએચડી એન્ટ્રેસ એક્ઝામ આપીને પીએચડીમાં એડમિશન લીધેલ હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શા કારણોસર પીએચડીની પરીક્ષા રદ કરવામાં આવી છે?? અમારી માંગણી છે કે આ વર્ષે તાત્કાલિક ધોરણે પીએચડીની એન્ટ્રેસ પરીક્ષા શરૂૂ કરવામાં આવે જેથી સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓને તેનો લાભ મળી રહે. તેમ કુલપતિને પાઠવેલ આવેદનપત્રમાં એનએસયુઆઈ દ્વારા માંગ કરવાામં આવી છે.