For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રવિવારે ઉદયપુરમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ

11:35 AM Sep 11, 2025 IST | Bhumika
રવિવારે ઉદયપુરમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રી નવરાત્રિ ફેસ્ટિવલ

શરદપૂનમે દિલ્હીમાં પોસ્ટ નવરાત્રિ ગરબા મહોત્સવ, પ્રવાસન નિગમનું આયોજન

Advertisement

યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત ગરબાને હવે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાજ્ય સ્તરે પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. આ પહેલના ભાગરૂૂપે, પ્રથમવાર 14 સપ્ટેમ્બરના રાજસ્થાનના ઉદયપુર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલનું આયોજન થશે.

આ કાર્યક્રમ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના સાંસ્કૃતિક સેતુને મજબૂત બનાવશે. આ ઉત્સવમાં પાર્થિવ ગોહિલ નું લાઇવ પર્ફોર્મન્સ, વિવિધ લોકનૃત્યો, પરંપરાગત ભોજન અને હસ્તકલાનો સમાવેશ થશે. નવરાત્રિ બાદ શરદપૂનમની રાત્રે નવી દિલ્હી ખાતે પણ એક ખાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતની સંસ્કૃતિને રાજ્યની સરહદો બહાર ફેલાવવા માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આગામી 14 સપ્ટેમ્બરે સાંજે 7:30 કલાકે ઉદયપુર ના ફિલ્ડ ક્લબ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ-2025નો ભવ્ય પ્રારંભ થશે.આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને ગુજરાતના પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરા ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાં સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલનું લાઇવ ર્ફોર્મન્સ, તેમજ તલવાર રાસ, ગોફ ગૂંથણ અને મણિયારો રાસ જેવા પરંપરાગત ગુજરાતી લોકનૃત્યોનો સમાવેશ થાય છે, જે પ્રેક્ષકોને એક અનોખા સાંસ્કૃતિક અનુભવની ખાતરી આપશે.

Advertisement

મુખ્ય કાર્યક્રમ પહેલા, ઉદયપુરમાં ગરબાનો ઉત્સાહ વધારવા માટે 13 સપ્ટેમ્બર સુધી ઉંઈઅ ડાન્સ એન્ડ સ્પોર્ટ્સ ફિટનેસ હબ ખાતે નિ:શુલ્ક ગરબા વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં સ્થાનિકો અને મુલાકાતીઓને ગરબાના મૂળભૂત સ્ટેપ્સ, તાલ અને લયનું શિક્ષણ આપવામાં આવશે. વર્કશોપનો સમય સવારે 10 થી 1 અને સાંજે 7 થી 11 કલાકનો રહેશે.

નવરાત્રિના મુખ્ય ઉત્સવ બાદ શરદપૂનમની રાત્રે નવી દિલ્હી ખાતે પણ એક ખાસ પગરબા મહોત્સવથ યોજવામાં આવશે, જેથી દિલ્હીવાસીઓ પણ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો અનુભવ કરી શકે.

Advertisement
Tags :
Advertisement
Advertisement