રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા

03:45 PM Feb 27, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ચાલી રહેલા ભરતી અભિયાનમાં આજે કોંગ્રેસનાં દિગ્ગજ કહી શકાય તેવા આદિવાસી નેતા નારણ રાઠવાની વિકેટ ખેડવવામાં ભાજપને સફળતા મળી હતી અને નારણ રાઠવા તેના પુત્ર તેમજ દસેક હજાર જેટલા કાર્યકરો સાથે આજે ભાજપમાં વિધીવત જોડાઈ જતાં કોંગ્રેસને આદિવાસી વિસ્તારમાં મોટો ફટકો પડયો છે.

Advertisement

પાંચ વખત લોકસભાના સાંસદ રહેલા નારણ રાઠવાના ભાજપ પ્રવેશથી આદિવાસી વિસ્તારમાં રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારો જોવા મળે તેવી શકયતા છે. લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી નારણ રાઠવા આજે ે તેમના પુત્ર સંગ્રામ રાઠવા સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. ગાંધીનગરમાં કસલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાઠવા પિતા-પુત્ર સહિત આશરે 10 હજાર જેટલા કાર્યકરોને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પહોંચે એ પહેલા ભાજપે મોટો ખેલ પાડ્યો હતો. આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના કદાવર નેતા નારણ રાઠવા આજે પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરિયો ધારણ કર્યો હતો.

માર્ચ મહિનાના પહેલા અથવા બીજા અઠવાડિયામાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થશે તે અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે.રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનામાં આદિવાસી વિસ્તાર દાહોદ, ગોધરા અને પંચમહાલમાંથી પસાર થવાની છે ત્યારે એ પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છોટાઉદેપુરથી પાંચ વખત લોકસભાના સાંસદ રહેલા નારણ રાઠવા આજે ભાજપમાં જોડાઈ ગયા હતાં.

67 વર્ષીય નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂૂઆત કરી હતી. તેઓ પાંચ વખત લોકસભાના સાંસદ હતા. નારણ રાઠવા વર્ષ 1989માં લોકસભા જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ પછી વર્ષ 1991, 1996, 1998 અને 2004માં પણ ચૂંટણી જીત્યા હતા. નારણ રાઠવા 2004થી 2009 સુધી ઞઙઅ-1માં રેલવે રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. જે બાદ વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવા સામે તેમનો પરાજય થયો હતો.
આ પછી તેમને લગભગ 10 વર્ષ સુધી કોઈ પદ સંભાળ્યું નહોતું. જો કે વર્ષ 2008માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. જો કે હવે નારણ રાઠવાના ભાજપમાં પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે છે.

ડો.ભરત બોઘરા અને રાજેશ પાઠકે પાર પાડયું ઓપરેશન

ગાંધીનગરમાં એવી ચર્ચા છે કે કોંગ્રેસની આ મોટી વિકેટ ખેડવવામાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા અને વડોદરા ભાજપના પ્રભારી રાજેશ પાઠકે આખું ઓપરેશન પાર પાડ્યુ છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા અને નારણ રાઠવા વચ્ચે પુત્રની ટિકિટને લઈને ડખો થયો હતો. બંને આદિવાસી નેતાઓ પોતાના પુત્રને વિધાનસભા ચૂંટણી લડાવવા માંગતા હતા. જો કે એ સમયે નારણ રાઠવાની જીદના કારણે મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કર્યા હતા. હવે નારણ રાઠવાએ તેમના પુત્ર સાથે કોંગ્રેસને રામ રામ કર્યા છે. હવે શક્યતા એ પણ છે કે નારણ રાઠવાને ભાજપ લોકસભાના ઉમેદવાર બનાવી શકે છે.

Tags :
Congressgujaratgujarat newsNaran Rathwapolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement