ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેરાવળ એસ.ટી. ડેપોને દિવાળી ફળી: 15 દિવસમાં 21.83 લાખની થઇ આવક

12:30 PM Nov 03, 2025 IST | admin
Advertisement

ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ વેરાવળ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઇને સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મુસાફરોને તેમના વતન જવા અને આવવા માટે તા. 15 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી વેરાવળ એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો નુ સંચાલન કરવાનું આયોજન કરાયું હતું.

Advertisement

વેરાવળ એસ.ટી.ડેપો મેનેજર દિલીપ શામળા એ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં લોકો એ પોતાના વતન તથા સ્નેહીજનો ને ત્યાં જવા માટે તથા હરવા ફરવા માટે એસ.ટી. બસ નો ભરપૂર ઉપયોગ કર્યો હતો, જેના કારણે આ સમયગાળા દરમિયાન વેરાવળ એસ.ટી. વિભાગને રૂૂ.21.83 લાખ કરતાં વધારે આવક થઇ હતી. 172 બસ દ્વારા 471 ટ્રીપ કરી હતી. જેમાં 19,176 મુસાફરોએ લાભ લીધો હતો. વેરાવળ ડેપોનો આવકનો લક્ષ્યાંક રૂૂપિયા 16,20,000નો હતો. તેની સામે આવક વધીને રૂૂપિયા 21,83,111ની આવક થઇ છે. વેરાવળ એસ.ટી.ડેપોના મહતમ સંચાલન થકી મહતમ આવક મેળવવા બદલ તમામ ડ્રાઇવર, કંડકટર, ટ્રાફિક મેકેનિક સુપર વાઇઝર, ટ્રાફિક મેકેનિક તેમજ વહીવટી સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Tags :
gujaratgujarat newsVeravalVeraval newsVeraval ST Depo
Advertisement
Next Article
Advertisement