ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેરાવળ-સાબરમતી વંદે ભારત ટ્રેનને ગુરુવારે મળશે લીલીઝંડી

12:56 PM May 24, 2025 IST | Bhumika
Advertisement

રેલવે બોર્ડ દ્વારા ટ્રેનને મંજૂરી અપાતા તૈયારીઓ

Advertisement

અમદાવાદથી સોમનાથ મંદિરે દર્શન કરવા જતાં ભક્તો માટે વંદે ભારત ટ્રેન શરૂૂ થશે. આગામી તા.26મીએ સાબરમતી- વેરાવળ- સાબરમતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. આ ટ્રેન સવારે 5:25 વાગ્યે સાબરમતી સ્ટેશનથી ઉપડી બપોરે 12:25 વાગ્યે વેરાવળ પહોંચશે.

ગુરૂૂવાર સિવાયના તમામ વારે આ ટ્રેન દોડશે. આથી અમદાવાદથી સોમનાથ દર્શનાર્થે આવતા ભાવિકો સહિતના લોકોને સુવિધા મળી રહેશે. રાજકોટથી વેરાવળ વચ્ચે ઈલેક્ટ્રીફિકેશન થઈ ગયા બાદ વધુ ટ્રેન ઉપલબ્ધ થઈ ન હતી. લાંબા અંતરની ટ્રેન આપવા અને વંદે ભારત ટ્રેન શરૂૂ કરવા માંગણી કરવામાં આવી હતી. 2022માં વેરાવળ સાબરમતી વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂૂ કરવા રેલવે બોર્ડમાં દરખાસ્ત થઈ હતી.

આખરે રેલવે બોર્ડ દ્વારા સાબરમતી-વેરાવળ-સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી આપી છે. આગામી તા.26મીએ આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. સાબરમતી સ્ટેશનથી આ ટ્રેન સવારે 5:25 વાગ્યે ઉપડી બપોરે 12:25 વાગ્યે વેરાવળ પહોચશે અને બપોરે 2:40 વાગ્યે વેરાવળથી ઉપડી રાત્રીના 9:35 વાગ્યે સાબરમતી પહોચશે. આમ, 438 કિલોમીટરનું અંતર કાપતા આ ટ્રેનને સાતેક કલાક જેટલો સમય લાગશે.

Tags :
gujaratgujarat newsVande Bharat trainVeraval-Sabarmati Vande Bharat train
Advertisement
Next Article
Advertisement