For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ મુસાફરને રૂા.2.69 લાખની કિંમતનો સામાન પરત આપ્યો

11:32 AM Sep 26, 2025 IST | Bhumika
વેરાવળ રેલવે પ્રોટેક્શન ફોર્સ  rpf એ મુસાફરને રૂા 2 69 લાખની કિંમતનો સામાન પરત આપ્યો

પશ્ચિમ રેલવેના કર્મચારીઓ હંમેશા મુસાફરોની સુરક્ષા તથા સુવિધા પ્રાથમિકતા આપી ને દરેક શક્ય મદદ માટે તત્પર રહે છે. આ જ શ્રેણીમાં રેલવે સુરક્ષા બળ (RPF) વેરાવળ પોસ્ટ ના જવાનો ઈમાનદારી અને સતર્કતાનું પ્રદર્શન કરતા એક મુસાફર નો કિંમતી થેલો સુરક્ષિત પરત આપ્યો, તેની અંદાજિત કિંમત લગભગ રૂૂ. 2,69,000/- હતી.
આ અંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવેલ કે, તા.17 સપ્ટેમ્બર, 2025 બુધવારના એએસઆઈ વિકાસ યાદવ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં રહેલ તે દરમ્યાન વેરાવળ સ્ટેશન ના બુકિંગ ઓફિસ સામે એક કાળો લાવારિસ પીઠ થેલો મળ્યો હતો.

Advertisement

આજુબાજુના મુસાફરોને પૂછપરછ કરતાં કોઈ માહિતી મળી ન આવતા પંચોની હાજરીમાં થેલો તપાસવામાં આવ્યા, જેમાંથી એક મોબાઇલ નંબર મળ્યો. તે નંબર પર સંપર્ક કરતા જાણવા મળ્યું કે આ પીઠ થેલો મુસાફર કમલેશભાઇ નો છે, જે ટ્રેન ક્રમાંક 19119 સવારી ગાડી દ્વારા રાજકોટ થી વેરાવળ જઈ રહ્યા હતા અને અજાણતાં સ્ટેશન પર થેલો રહી ગયો હતો.

ત્યારબાદ આરપીએફ દ્વારા મુસાફર સાથે સંપર્ક કરી માહિતી આપવામાં આવી અને તેમના વેરાવળ પોસ્ટ પર પહોંચતા સામાનની ઓળખ કરાવી થેલો તેને સુરક્ષિત સોંપી દેવામાં આવ્યો હતો. આ થેલામાં એપલ કંપનીનો આઈપેડ, ડેલ કંપનીના લેપટોપ, એપલની ડિજિટલ ઘડિયાળ, એરપોડ્સ, રેડમી કંપની નો મોબાઇલ, એપલ નો પાવર બેંક, હાર્ડ ડિસ્ક, આર્મા ની નો ચશ્મા, ચાર્જર તથા દસ્તાવેજ ફાઇલ સહિતનો સામાન મળ્યો.

Advertisement

મુસાફરે આ વસ્તુઓની કુલ કિંમત અંદાજે રૂૂ. 2,69,000/- હોવાનું જણાવ્યું છે. મુસાફરે પોતાનો કિંમતી સામાન સુરક્ષિત રીતે પરત મળતાં રેલવે સુરક્ષા દળ-વેરાવળ અને રેલવે પ્રશાસન પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા એ આ પ્રશંસનીય કામગીરી બદલ આરપીએફ ના કર્મચારીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement