રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વેરાવળ-5, સૂત્રાપાડા, તાલાલા-4, ઉનામાં 3ાા ઇંચ વરસ્યો

11:44 AM Jul 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભારે વરસાદના પગલે અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી

નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા, વીજપુરવઠો ખોરવાતા લોકો પરેશાન

ગીર સોમનાથ જીલ્લામાં રાત્રી તથા આજે દિવસ દરમ્યાન સાર્વત્રિક ધીમીધારે મેઘરાજાએ હેત વરસાવવાનું ચાલુ રાખ્યુ છે. જેમાંગુરૂૂવાર સાંજે છ થી શુક્રવાર સાંજે છ વાગ્યા સુધીમાં પડેલ વરસાદના આંકડામાં વેરાવળમાં 125 મીમી (5 ઈંચ), સુત્રાપાડામાં 80 મીમી (3 ઈંચ), તાલાલામાં 95 મીમી (4 ઈંચ), ગીરગઢડામાં 38 મીમી (1.5 ઈંચ), ઉનામાં 35 મીમી (1.5 ઈંચ) વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકાઓમાં ગતરાત્રીથી લઈને આજે બપોરે સુધી વરસેલા વરસાદના પગલે મુખ્ય પાંચેય ડેમો સરેરાશ 75 ટકા સુધી ભરાઈ ગયા છે.

ગઇ કાલે બાદ આજે ફરી વેરાવળ સોમનાથમાં આખી રાત ઉપરાંત આજે બપોરે બાર વાગ્યા સુધી અવિરત 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના પગલે સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયો છે. જેમાં ખાસ કરીને ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીના પગલે સોમનાથ બાયપાસ હાઈવે ઉપર તથા સોમનાથ ટોકીઝ વિસ્તારની જલારામ સોસાયટી, ખોજા સોસાયટી, અલ્હરમ સોસાયટી સહિત અનેક સોસાયટીઓમાં ગોઠણડુબ પાણી ભરાઈ જવાની સાથે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા ઘરવખરી પલળી જતા વ્યાપક નુકસાની થવાથી લોકો પરેશાન થઈ ગયા હતા. ત્યારે આ વિસ્તારના રહીશોએ આક્ષેપો કરતા કહેલ કે, અમારા વોર્ડમાં તંત્ર કાયમી માટે ઓરમાયું વર્તન રાખતુ હોવાથી અમારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ગત રાત્રીથી લઈને આજે સવારે સુધી ભારે પવન સાથે વરસાદ વરસ્યો હોવાથી બે દુર્ઘટના પણ બની હતી. જેમાં રેયોન કંપનીના ગેટપાસેનું મહાકાય બેએક જેટલા વૃક્ષો ભારે પવનના કારણે ધરાશાયી થઈને બાજુમાંથી પસાર થતી 11 કેવીની લાઈનના વાયરો ઉપર પડતા 17 જેટલા વીજ પોલ પડી ગયા હતા. આ વીજ પોલો પડી જવાથી ડારી અને છાત્રોડા ગામનો વીજપુરવઠો કલાકો સુધી ખોરવાઈ ગયો હતો. આ બનાવને લઈ વાહન વ્યવહાર પણ બંધ થઈ જતા વીજ વિભાગ અને પોલીસની ટીમોએ દોડી જઈ પડી ગયેલ થાંભલા અને વૃક્ષો હટાવવાની કામગીરી કરી હતી. 17 જેટલા વીજ થાંભલાઓ ધરાશાયી થવાના કારણે વીજ વિભાગને પાંચેક લાખનું નુકસાન થયાની સાથે અનેક કેબીનોનો બુકડો બોલી ગયો હતો. જયારે બીજા બનાવમાં શહેરની મધ્યમાં આવેલ જુના ટેલીફોન એક્ષચેન્જની કમ્પાઉન્ડ હોલ ધરાશાયી થઈ હતી.

સદનસીબે આ બંન્ને દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાથી લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. વેરાવળના પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી સહીતનો સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય ત્યારે વહેલી સવારના સાડા ત્રણ વાગ્યા આસપાસ શહેરમાં આવવા-જવાના મુખ્ય માર્ગ પર રેયોન કંપનીના ગેઇટ નંબર-2 પાસેનું વૃક્ષ પડતા એની સાથે ઇલેક્ટ્રીશીટીના 17 થી 18 વીજપોલ પડી જતા મુખ્ય માર્ગ બ્લોક થઇ ગયેલ જોવા મળેલ જેથી તાત્કાલીક પી.જી.વી.સી.એલ., નગરપાલીકા ફાયર બ્રિગેડ તથા રેયોન કંપનીના કર્મચારીઓને સાધન સામગ્રી સાથે બોલાવી સંકલન કરી વહેલી સવારના સાડા છ વાગ્યા સુધી ભારે જહેમત ઉઠાવી મુખ્ય રસ્તો ખુલ્લો કરાવેલ હતો. આમ, પોલીસ પેટ્રોલીંગમાં સતર્કતાને પરિણામે કોઇ અનિચ્છનીય બનાવ બનેલ ન હતો.

સોમનાથ બાયપાસ બંધ કરાયો

રાત્રીના સમયે ઉપર ભાગ ભારે વરસાદ પડેલ હોવાથી આજે સવારે સોમનાથ બાયપાસ હાઈવે ઉપર રેજન્ટા હોટલ અને આસોપાલવ પાસે ઉપરવાસમાંથી આવતા વરસાદના પાણી ફરી વળ્યા હતા. જેના પગલે હાઇવે ઉપર એક તરફની લેન બંધ થઈ ગયેલ જેની જાણ થતાં પીઆઇ એમ.વી.પટેલ પોલીસ સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી જઈને હાઇવે પર ડિવાઇડરની આડસો જેસીબીની મદદથી દુર કરાવીને પાણીનો નિકાલ કરાવતા થોડા સમયમાં પાણી ઉતરવા લાગતા ટ્રાફીક ફરી પુન: ચાલુ કરાવ્યો હતો. જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પણ હાઈવેની મુલાકાત લઈ જરૂરી સુચનાઓ આપી હતી.

Tags :
gujaratgujarat newsHeavy RainMonsoonrain fallSutrapadaTalalaVeraval
Advertisement
Next Article
Advertisement