For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો

05:40 PM Dec 11, 2024 IST | Bhumika
શુક્ર શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
Advertisement

અમદાવાદમાં વહેલી સવારે પાંચ વાગ્યે અને રાજકોટમાં 6થી 6:30 વાગ્યે જોઈ શકાશે

Advertisement

દુનિયાભરના લોકોએ ઓકટોબર - નવેમ્બરમાં આકાશમાં ઉલ્કાવર્ષાનો અભૂત આનંદ મેળવ્યો હતો ત્યારે વર્ષ ર0ર4 નો આખરી ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો આજથી તા. 16 મી ડિસેમ્બર સુધી સ્વચ્છ આકાશમાં નરી આંખે જોઈ શકાશે. રાજયના લોકો તા. 13 અને 14 એમ બે દિવસ આકાશમાં ઉલ્કાવર્ષા આહલાદક જોઈ શકશે. રાજયમાં જેમીનીડસ ઉલ્કાવર્ષાનો આનંદ મેળવવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે.

જાથા ના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે દુનિયાભરમાં દર વર્ષે ડિસેમ્બર માસમાં તા. 7 મી થી 16 સુધી જેમીનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અભૂત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકમાં 10 થી પ0 અને વધુમાં વધુ 1ર0 (એક્સો વીસ) ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના શ્યો જેવી અવકાશમાં જોવા મળે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે. આજથી ક્રમશ: ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. તા. 13 અને 14 બે દિવસ દક્ષ્ાિણ ગોળાર્ધમાંથી મધ્યરાત્રિ બાદ પરોઢ સુધી સુધી ખૂબ જ સારી રીતે જેમીનીડીસ ઉલ્કાવર્ષા જોવા મળવાની છે. જો કે તા. 13, 14 ના રોજ અમદાવાદમાં સવારે પ કલાકે, રાજકોટમાં સવારે 6 થી 6-30 કલાકની વચ્ચે સૂર્યોદય પહેલા ઉલ્કાવર્ષા જોવા મળવાની છે. રાજયના લોકો તા. 13 અને 14 ના રોજ મધ્યરાત્રિ બાદથી વહેલી પરોઢ સુધી આહલાદક ઉલ્કાવર્ષા જોઈ શકશે.

વધુમાં પંડયા જણાવે છે કે જેમીનીડસ ઉલ્કાવર્ષાનો વરસાદની મહત્તમ તા. 13 અને 14 બે દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. નરી આંખે સ્વચ્છ આકાશમાં સ્પષ્ટ નજારો જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ પહેલા અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે મધ્યરાત્રિ બાદથી વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. ઉતર, પૂર્વ દિશા જોવામાં શ્રેષ્ઠ છે. ચારેય દિશામાં ગમે ત્યારે દિવસે-રાત્રે ઉલ્કાવર્ષા થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement