For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાહનની નંબર પ્લેટમાં હવે ત્રણ આલ્ફાબેટની સિરીઝ આવશે

05:29 PM Sep 23, 2025 IST | Bhumika
વાહનની નંબર પ્લેટમાં હવે ત્રણ આલ્ફાબેટની સિરીઝ આવશે

ગુજરાતમા વાહનોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વાહન રજિસ્ટ્રેશન સિરીઝમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી વાહનોને એક કે બે અક્ષરોની સિરીઝ (દા.ત.GJ-01-AB-1234) થી નંબર આપવામાં આવતા હતા. હવે સરકારે ત્રણ અક્ષરોની નવી સિરીઝ શરૂૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નવી સિસ્ટમ સૌ પ્રથમ અમદાવાદ આરટીઓ દ્વારા લાગુ કરવામા આવશે જ્યાં વર્તમાન સિરીઝ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

Advertisement

સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામા આવી છે કે આ નવી સિરીઝ તાત્કાલિક લાગુ કરવામા આવશે નહીં. જ્યાં સુધી હાલની એક અને બે અક્ષરની સિરીઝ સંપૂર્ણપણે સમાપ્ત ન થાય, ત્યાં સુધી ત્રણ અક્ષરની સિરીઝ શરૂૂ કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે AA થી ZZ સુધીના તમામ નંબરો પહેલા પૂરા કરવામા આવશે અને ત્યારબાદ જ AAઅ થી શરૂૂ થતી નવી સિરીઝના નંબરો જારી કરવામા આવશે આ પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે, ગાંધીનગર સ્થિત વાહન કમિશનર કચેરીએ તમામ આરટીઓને સૂચના આપી છે કે જો તેમના જિલ્લામાં બે અક્ષરોની સિરીઝ સમાપ્ત થવાની હોય તો ઓછામાં ઓછા છ મહિના અગાઉ મુખ્ય મથકને જાણ કરે.

નવી સિસ્ટમ હેઠળ, વાહનોને ત્રણ અક્ષરની સિરીઝ (જેમ કે AAA, AAB, AAC, વગેર ે) માં નંબરો આપવામાં આવશે. ઉદાહરણ તરીકે અમદાવાદમાGJ-01-AA-1234 ને બદલે હવેGJ-01-AAA-1234 જેવી સિરીઝ શરૂૂ થશે. તેવી જ રીતે, સુરત આરટીઓમા પણGJ-05 સિરીઝ પછીGJ-અ5 સિરીઝના નંબરો અપાશે અને ત્યારબાદ GJ-A5-AAA-1234 જેવા નંબરો મળવાની શરૂૂઆત થશે. જોકે સુરતમા આ પ્રક્રિયા શરૂૂ થતાં હજુ એકથી દોઢ વર્ષનો સમય લાગી શકે છે.

Advertisement

આ નવી સિસ્ટમ લાગુ કરવા માટે જરૂૂરી ટેકનિકલ ફેરફારો નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી ) દ્વારા વાહન પોર્ટલમાં કરી દેવામા આવ્યા છે હવે આરટીઓ અધિકારીઓ પોર્ટલમાં ત્રણ અક્ષરોની સિરીઝ ઉમેરી શકશે અને તેમાંથી નવા નંબરો જનરેટ કરી શકશે. આ પગલાથી આગામી ઘણા વર્ષો સુધી વાહન રજિસ્ટ્રેશનની જરૂૂરિયાત પૂરી થઈ શકશે. વર્તમાન પરિસ્થિતિને જોતા અમદાવાદમા વાહનોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે અને એક કે બે અક્ષરની સિરીઝ લગભગ સમાપ્ત થવા આવી છે.

આથી આ ફેરફારની શરૂૂઆત અમદાવાદથી થશે અને ત્યારબાદ સુરત જેવા અન્ય શહેરોમા પણ તે લાગુ કરવામાં આવશે. આ નિર્ણય વાહન વ્યવહાર વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement