ગોપાલ ઈટાલિયા સામે 10 કરોડના માનહાનિનો દાવો માંડતા વસોયા
04:02 PM Jul 01, 2025 IST
|
Bhumika
Advertisement
કાર્યકરોને પૈસા આપવાના મામલામાં નોટિસ મોકલી
Advertisement
ગુજરાતમાં અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીતની સતત ચર્ચાઓ ચાલી રહી છે. જે ક્યાંક અન્ય પક્ષોને પેટમાં દુખ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે ગોપાલ ઇટાલિયાએ ચૂંટણીના એક દિવસ પહેલા જે કોંગ્રેસ અને ભાજપના નેતાઓનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. જેમાં કાર્યકરોને રૂૂપિયા આપવાની વાત કહેવામાં આવી હતી. હવે ચૂંટણી પૂરી થઇ ગઈ, ત્યારબાદ ગોપાલ ઇટાલિયા જીતી ગયા અને ધારાસભ્ય પણ બની ગયા છે. પણ હવે કોંગ્રેસ નેતા લલિત વસોયા મેદાને આવ્યા છે. અને લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયા સામે કાયદાકીય પગલાં લીધા છે. અને તેમની સામે 10 કરોડનો માનહાની દાવો કરવામાં આવ્યો છે. જેની કાનૂની નોટિસ મોકલી દેવામાં આવી છે. અને હવે આ મામલે ગોપાલ ઇટાલિયા શું કરે છે તે જોવાનું રહ્યું.
Next Article
Advertisement