For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્થાનિક ચૂંટણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાહેરનામા પ્રસિધ્ધ

11:57 AM Jan 30, 2025 IST | Bhumika
સ્થાનિક ચૂંટણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાહેરનામા પ્રસિધ્ધ

ચોપાનિયા, ભીંત પત્રો છાપવા નહીં, હથિયાર જમા કરાવવા, પ્રચારમાં લેવાતા તમામ વાહનોની માહિતી આપવા, પરવાનગી વગર પ્રચાર, સરઘસ, સભા કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા, ચાર વ્યકિતને એકત્ર થવા પર પ્રતિબંધ

Advertisement

રાજય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર કરવામા આવતા આદર્શ આચાર સહિતા અમલમા આવી ગઇ છે આચાર સહિતા અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાહેરનામાં પ્રસિધ્ધ કરવામા આવ્યાં છે.
ચૂંટણી દરમ્યાન જામનગર જિલ્લાના મતદાર વિભાગમાં ઉમેદવારો તરફથી સભાઓ યોજવા અને સરઘસો કાઢવા કે લાઉડ સ્પીકર અંગેની પરવાનગીઓ ઉતાવળે માંગવામાં આવે તે સમયે પોલીસ અધિકારીઓ કોઈ ગુનાની તપાસમાં રોકાયેલા હોય, અગર કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં રોકાયેલ હોય તેવા સમયે ઉમેદવારોને પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે.પંડ્યા દ્વારા ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાં સરઘસ કાઢવા, સભા ભરવા અને લાઉડ સ્પીકર વગાડવા અંગેની પરવાનગી આપવાના અધિકારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી અધિકારીઓને આપવામાં આવે છે.જેમા જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકા વિસ્તાર, 8-જોડીયા-3, તાલુકા પંચાયત મતદાર મંડળ તેમજ 14-જામવંથલી, તાલુકા પંચાયત મતદાર મંડળ માટે સંબધિત વિસ્તારના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટને પરવાનગી આપવાના અધિકારો આપવામાં આવે છે.જાહેર મિલ્કત અને ખાનગી માલીકોની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલ્કત ઉપર ચૂંટણીલક્ષી પ્રચારપત્રો ચોડીને, સૂત્રો લખીને, નિશાનો ચીતરીને દિવાલો ન બગાડવા તેમજ કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર પોતાના કાર્યકરોને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો લખવા અથવા અન્ય કોઈપણ રીતે જાહેર અથવા ખાનગી મિલ્કત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના કોઈપણ વ્યકિતની જમીન/મકાન, કમ્પાઉન્ડ, દિવાલ, વાહનો, રોડ-રસ્તા વગેરેનો ઉપયોગ ન કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.

કોઈપણ રાજકીય પક્ષ, વ્યકિત, સંસ્થા, ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યકિત દ્વારા કોઈપણ ઉમેદવારના કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સબંધિત મતદાર વિભાગમાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સબંધિત મતદાર વિભાગના સબંધિત ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર્ડ કરાવવાના રહેશે. અને રજીસ્ટર્ડ કરાવેલ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમીટમાં વાહન મતદાર વિભાગના કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. તથા વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે.સબંધિત ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહીં.

Advertisement

જાહેરનામાં મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ 8-જોડીયા-3 તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ 14-જામવંથલીના વિસ્તારના આત્મરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર દિવસ-7 માં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવી. પોલીસ સ્ટેશન તરફથી સુચના મળવાની રાહ જોયા વિના આ આદેશને સુચના ગણી હથિયારો જમા કરાવી દેવા આદેશ કરવામાં આવે છે. જામનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં કોઈપણ વ્યકિત કે સંસ્થા, જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય અને છાપેલ પ્રતની સંખ્યા દર્શાવેલ ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહીં અને આવા હોડીંગ્સની સાઇઝ 15 ફુટ * 8 ફુટ તથા કટઆઉટની સાઇઝ 8 ફુટથી વધવી જોઇએ નહી.

Advertisement
Tags :
Advertisement
Advertisement