વંથલીના વાડલા ગામે બે મકાનમાં તસ્કરો ત્રાંટક્યા, 4.03 લાખ મતાની ચોરી
એક પરિવાર જૂનાગઢ, બીજો રાજકોટ સંબંધીને ત્યાં ગયો’ તો
વંથલીના વાડલા ગામે રહેતા 51 વર્ષીય ખેડૂત કાંતિભાઈ મૂળજીભાઈ વડારીયાનાં શનિવારની સાંજના છ વાગ્યાથી બંધ રહેલા મકાનના તાળા, ડેલાનો નકુચો અને ઘરના મેન દરવાજાને સ્ટોપર તોડી ઘરના કબાટમા રાખેલ રૂૂપીયા 1.03 લાખની રોકડ રકમ, રૂૂપિયા 90,000ની કિંમતનો 2 તોલા સોનાનો જુનવાણી ચેઇન, રૂૂપિયા 45000ની કિંમતની કાનમાં પહેરવાની જુનવાણી સોનાની બુટી, રૂૂપિયા 45000ની કિંમતનું કાનમા પહેરવાનું જુનવાણી સોનાનું ઠોરીયુ મળી કુલ રૂૂપિયા 2.83 લાખની માલમત્તાની તેમજ ગામમાં રહેતા બીપીનભાઇ ભુપતભાઈના પણ બંધ મકાનના તાળા તોડી રૂૂપીયા 1.20 લાખની રોકડ મળી બંનેના મકાનમાંથી કુલ રૂૂપિયા 4.03 માલમતા તસ્કરો ચોરી ગયા હોવાની કાંતિભાઈ વડારીયાની ફરિયા લઈ વંથલીના પીએસઆઇ વાય. બી. રાણાએ તપાસ હાથ ધરી છે.
રૂૂપિયા 4.03 લાખની ચોરીની ફરિયાદ લખાવનાર કાંતિભાઈ વડારીયા પત્ની સાથે કરને તાળા લગાવી જુનાગઢ રહેતા દીકરાના ઘરે નવરાત્રીના ગરબા જોવા માટે ગયા હતા. જ્યારે બીપીનભાઈ ભુપતભાઈ સંબંધીને ત્યાં રાજકોટ ગયા હતા. અને બંનેના મકાનમાં તસ્કરો મહેમાન બન્યા હતા.