અમદાવાદ-મુંબઇ વચ્ચે બૂલેટ ટ્રેનના બદલે વંદે ભારત દોડશે
આઠ-આઠ કોચની ટ્રેન મુકાશે, જાપાને બુલેટટ્રેનના કોચની કિંમત ત્રણ ગણી વધારી દેતા રેલવેનો નિર્ણય
દેશના પ્રથમ અત્યંત મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઇ સ્પીડ કોરિડોર (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ) પર જાપાની બુલેટ ટ્રેનને બદલે સ્વદેશી ટેકનોલોજીથી બનેલી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે. આ ભારતીય રેલ્વેની પ્રથમ વંદે ભારત ટ્રેન હશે, જે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોરના સુરત-બાલીમોરા (50 કિમી) સેક્શનનું કામ અંતિમ તબક્કામાં છે અને વંદે ભારતનો ટ્રાયલ રન વર્ષના અંત સુધીમાં શરૂૂ કરવામાં આવશે. પછી 2027 સુધીમાં વંદે ભારત (બેઠક) ટ્રેનમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. અહીં આઠ-આઠ કોચવાળી બે વંદે ભારત ટ્રેન દોડશે. મહત્તમ ગતિ 280 છે પરંતુ તે 250 ની ઝડપે દોડશે.
અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ પર હસ્તાક્ષર થયા ત્યારે જાપાને બુલેટ ટ્રેનનો ખર્ચ પ્રતિ કોચ 16 કરોડ રૂૂપિયા નક્કી કર્યો હતો, પરંતુ ગયા વર્ષે જાપાને તેની કિંમત 3 ગણીથી વધુ વધારી દીધી હતી. સપ્લાય કરતાં સમયે જાપાને બુલેટ ટ્રેન કોચનો ખર્ચ પ્રતિ કોચ 50 કરોડ રૂૂપિયા કરી દીધો. આમ 16 કોચવાળી બુલેટ ટ્રેન 800 કરોડ રૂૂપિયા થઈ ગઈ.
દુનિયાના ઘણા દેશો ટ્રેનોની ગતિના સંદર્ભમાં ભારતથી ઘણા આગળ છે. જાપાન તેમાં ટોચ પર છે. જાપાન પછી ચીન અને પછી ફ્રાન્સ છે. જાપાનમાં બુલેટ ટ્રેનની ગતિ 603 કિમી પ્રતિ કલાક છે અને ચીનમાં તેની ગતિ 600 કિમી પ્રતિ કલાક છે. ફ્રાન્સ તે બંનેથી ઘણું પાછળ છે. અહીં ટ્રેનની મહત્તમ ગતિ 320 કિમી પ્રતિ કલાક છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયામાં પણ ટ્રેન 305 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. ઉલ્લેખનીય છે કે, તમને જણાવી દઈએ કે ભારતમાં અમદાવાદ-મુંબઈ કોરિડોર પર 320 કિ.મી પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન ચલાવવાનો દાવો કરવામાં આવ્યો છે.
ટ્રેકની 60% કામગીરી પૂર્ણ
અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટટ્રેનના ટ્રેકની હાલ 60% કામગીરી પૂર્ણ થઇ છે. રેલવે વિભાગના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ કોરીડોરના સુરત અને બીલીમોરા વચ્ચેના 50 કિલોમીટરના સેકશનની કામગીરી અંતીમ તબકામા છે. જેવી આ કામગીરી પૂર્ણ થાય તરત જ ટ્રાયલ રન ચાલુ કરીને વંદે ભારત ટ્રેન ચાલુ કરી દેવાશે હાલ ટ્રેક 60% બની ગયો છે. એક વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવનાર છે.