રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તોડકાંડના આરોપી જૂનાગઢના પીઆઈ ભટ્ટ સસ્પેન્ડ, ઘરને સીલ મારી દેવાયા

12:27 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં નકલી અધિકારીઓ ગેરકાયદે ખંડણી ઉઘરાવતા હોવાની અનેક વાતો પ્રકાશમાં આવી છે. પરંતુ આ વખતે એક સાચા પોલીસ ઈન્સ્પેક્ટરનું છેડતી અને બ્લેકમેઈલીંગનું કૌભાંડ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલો એટલો મોટો નીકળ્યો કે તેની તપાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (અઝજ)ને સોંપવી પડી. અને આખરે સાત દિવસ બાદ અઝજએ ફરાર પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટની ધરપકડ કરી હતી અને શનિવારે રેન્જ આઈ.જી.દ્વારા પી.આઈ. તરલ ભટ્ટને સસ્પેન્ડ કરી તેના ઘર ઉપર નોટિસ ચીપકાવી દીધી હતી અને ઘરને પણ સીલ કરી દેવામાં આવેલ છે.

Advertisement

જુનાગઢના આ પોલીસ તોડ કાંડ મામલામાં પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટના ઘરમાં સર્ચ ઓપરેશન કરાયું હતું. અઝજની ટીમ ત્યાં પહોચી અને તરલ ભટ્ટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જયારે અઝજની ટીમ ત્યાં પહોચી ત્યારે લાંબી તપાસ ચાલી હતી તે દરમિયાન આરોપી પી.આઈ તરલ ભટ્ટને સાથે જ રાખવામાં આવ્યો હતો.

આ મામલે આગળ ઈંૠ નિલેશ ઝઝાડિયા દ્વારા નોટીસ આપવામાં આવી હતી. આરોપી તરલ ભટ્ટના ઘરને બહારથી બંધ કરી દેવાયું છે અને તેના પર નોટીસ લગાવવામાં આવી છે. મળતી માહિતી અનુસાર તરલ ભટ્ટ અક્ષર રેસીડન્સીમાં રહે છે અને અઝજની ટીમને રિમાન્ડ મળતા તેમને તમામ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તરલ ભટ્ટના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે આ સાથે જ તેમાં નોટીસ લગાવવામાં આવી છે. જેમાં તરલ ભટ્ટ દ્વારા કરાયેલા તમામ કારનામાંને કારણે તેમને આ સ્ટેપ લીધું હોવાનું લખેલું છે. આ સાથે તેમાં એમ પણ લખવામાં આવ્યું છે કે જો આરોપો બધા સાબિત થશે તો તરલ ભટ્ટને મોટી સજા પણ થઇ શકે છે.2008 માં ઙજઈં તરીકે ગુજરાત પોલીસમાં જોડાયો હતો અને સાયબર ગુનાઓ ઉકેલવામાં કુશળતા પ્રાપ્ત કરી હતી. પરંતુ પ્રમોશનની સાથે લિક્વિડ એલાઉન્સમાં ફેરફાર પણ ઝડપથી જોવા મળ્યો હતો. તરલ ભટ્ટ પર અનેક વખત અલગ-અલગ કેસમાં તપાસ દરમિયાન પૈસાની માંગણી કરવાનો આરોપ લાગ્યો હતો. કેટલીક વાતો કોર્ટ સુધી પણ પહોંચી અને તેને ઠપકો અને બદલીનો પણ સામનો કરવો પડ્યો.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement