For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ એરપોર્ટ ઉપર વેલેટ પાર્કીંગ શરૂ, ચાર્જ કલાકના રૂા.150

05:59 PM Feb 08, 2024 IST | Bhumika
અમદાવાદ એરપોર્ટ ઉપર વેલેટ પાર્કીંગ શરૂ  ચાર્જ કલાકના રૂા 150

અમદાવાદ એરપોર્ટ પર વાહનો લઈ જતાં લોકો માટે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર વેલેટ પાર્કિંગ સુવિધા શરૂૂ કરવામાં આવી છે. મતલબ કે વેલેટ પાર્કિંગમાં જે તે કર્મચારી જ વાહન પાર્ક કરશે અને માલિકને આપી જશે. જોકે વેલેટ પાર્કિંગ માટે ચાર્જ પણ નક્કી કરાયો છે. જેથી હવે વેલેટ પાર્કિંગને કારણે વાહનચાલકોને વાહન પાર્ક કરવામાં સરળતા રહેશે.

Advertisement

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દરરોજ અનેક મુસાફરો આવતા હોય છે. જેમાં કોઈને લેવા અને મૂકવા માટે પણ અનેક લોકો વાહન લઈને આવતા હોય છે. જોકે હવે અમદાવાદ એરપોર્ટ પર વાહનો લઈને જતા લોકો માટે એરપોર્ટ પર વેલેટ પાર્કિંગ સુવિધા શરૂૂ કરવામાં આવી હતી. વેલેટ પાર્કિંગમાં કર્મચારી જ વાહન પાર્ક કરશે અને માલિકને આપી જશે. વેલેટ પાર્કિંગ માટે એક કલાકના રૂૂપિયા 150 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, મુંબઈમાં વેલેટ પાર્કિંગની સુવિધાને સારો પ્રતિસાદ મળતા અમદાવાદમાં સુવિધા શરૂૂ કરવામાં આવી. જોકે હવે અમદાવાદ એરપોર્ટ વેલેટ પાર્કિંગની સુવિધા ધરાવતું દેશનું ચોથું એરપોર્ટ બન્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement