For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરા આરટીઆઇ એક્ટિવિસ્ટના આપઘાત પ્રકરણમાં માતા-પુત્રી રંઘોળા પાસેથી ઝડપાયા

11:52 AM Nov 13, 2024 IST | admin
વડોદરા આરટીઆઇ એક્ટિવિસ્ટના આપઘાત પ્રકરણમાં માતા પુત્રી રંઘોળા પાસેથી ઝડપાયા

જાણીતા ક્ધઝ્યુમર એક્ટિવિસ્ટ મુરજાણીએ લાઇસન્સવાળી ગનથી આપઘાત કર્યો હતો

Advertisement

વડોદરાના જાણીતા ક્ધઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ તાજેતરમાં પોતાના ઘરે લાયસન્સવાળી ગનથી આત્મહત્યા કરી હતી અને આત્મહત્યા કરતાપહેલા આપઘાત પહેલાં સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ કર્યો હતો. જેમાં સાવકી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં કર્યો હતો. આ ચકચારી બનાવમાં પોલીસે ફરાર થઇ ગયેલી માતા અને દિકરીને ભાવનગર રાજકોટ હાઇવે પર રંઘોળા પાસેથી ઝડપી પાડ્યા હતા.

આપઘાતની આ ઘટના બાદ માતા-દિકરીને જડપી પાડવા માટે પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇની આગેવાનીમાં 3 ટીમોને રવાના કરવામાં આવી હતી અને પોલીસની ટીમો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ રવાના થઇ હતી. દરમિયાનમાં પોલીસને બાતમી મળી હતી કે, આરોપી કોમલ સિકલીગર અને માતા સંગીતા સિકલીગર રાજકોટ ભાવનગર હાઈવે પર રંઘોળા નજીક છે એટલે પોલીસે આ બન્નેને ઝડપી પાડ્યા હતા.

Advertisement

મહત્વની બાબત છે કે, પરિવારજનોએ મૃતકના અંતિમ સંસ્કાર બાદ હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા મેસેજને આધારે તેઓને ત્રાસ આપનાર બંને માતા-પુત્રીને ઝડપી પાડવા માટે પરિવારે નિવેદન આપ્યું હતું. પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસે મહત્વના દસ્તાવેજ પણ જપ્ત કર્યા હતા. આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.મૃતક પી.વી. મુરજાણીના અંતિમ સંસ્કાર અને બેસણા બાદ પોલીસ મહત્વના દસ્તાવેજ પણ જપ્ત કર્યા હોવાની હાલમાં માહિતી સામે આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement