વડોદરાના સાંસદનું રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા આમંત્રણ
વિપક્ષ નેતા તરીકે નહીં, એક ભારતીય તરીકે જોડાવવા પત્ર લખ્યો
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે શરૂૂ થયેલ દેશવ્યાપી યુનિટી માર્ચને લઈને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા ઊભી થઈ છે. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને પત્ર લખી પદયાત્રામાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું છે. આ પત્ર જાહેર થતા જ સમગ્ર રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ યુનિટી યાત્રા આજે સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ભાવભક્તિ અને રાષ્ટ્રની એકતાના સંદેશ સાથે પ્રસ્થાન કરી છે. દેશભરમાંથી અનેક કાર્યકરો, યુવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. એ સમયમાં સાંસદ હેમાંગ જોશીના આ પત્રે ખાસ ધ્યાન ખેંચ્યું છે, કારણ કે તેમાં રાજકીય પાટલીને પરે રાખીને ભારતીય એકતા અને રાષ્ટ્રીય ભાવનાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે.
પત્રમાં સાંસદે લખ્યું છે કે, વિપક્ષ નેતા તરીકે નહીં, એક ભારતીય તરીકે આ યાત્રામાં જોડાઓ. પદયાત્રામાં ચાલીને દેશને એકતાનો સંદેશ આપો અને સરદાર પટેલના એક ભારતના સ્વપ્નને સ્મરણ કરીએ.સ્ત્રસ્ત્ર રાજકીય મતભેદોને ભૂલીને દેશ માટે આગળ આવવાની આ વિનંતીને કેટલાકે સકારાત્મક રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યારે વિરોધીઓ રાજકીય વ્યૂહરચના તરીકે પણ વિશ્ર્લેષણ કરી રહ્યાં છે.