For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, CISFનો ઇ-મેઇલ મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ

10:39 AM Oct 05, 2024 IST | Bhumika
વડોદરા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી  cisfનો ઇ મેઇલ મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Advertisement

વડોદરામાં નોરતાની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઇમેઇલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકી મળતાં જ તપાસ એજન્સીઓ એલર્ટ બની છે. એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. એરપોર્ટના ઇમેઇલ પર ધમકી આપનાર શખ્સ ને શોધી કાઢવા પોલીસે કવાયત શરૂ કરી છે. સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સી આઈ એસ એફ ના ઇમેઇલ પર મળેલા મેઈલથી તંત્ર એલર્ટ મોડ પર છે.

આ ઈમેઈલ અંગ્રેજીમાં આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, I have tickled their ego and have frustrated them! Hahahaha! Result? Boom, boom and BANGS! BIG BIG BANGS!! Hohohohohoho! No stopping, no escape! Let the games begin! Jai mahakal jai ma adishakti. જેથી અમે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી.

Advertisement

સીઆઇએસએફના ઇ-મેઇલ એડ્રેસ પર એક શખસ દ્વારા ગર્ભિત ધમકીભર્યો મેસેજ કરીને મેઇલ મોકલતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી હતી. એરપોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. બોમ્બ અને ડોગ-સ્ક્વોડ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી. પોલીસ દ્વારા જે ઇ-મેઇલ પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો તેની તપાસ શરૂ કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement